Jamnagar News/ જામનગરના મોટા થાવરીયા ગામમાં 15 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો

સેક્શન રોડ પર રહેતા દીપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઈ સોલંકીની અટકાયત કરી લીધી હતી.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર (Jamnagar) નજીક મોટા થાવરીયા ગામ પાસે બનાવાયેલા બંગલાઓ પૈકીના એક બંગલામાંથી LCBની ટુકડી એ દરોડો પાડી 1400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો અને કાર સહિત રૂપિયા 1564000ની માલમતા કબજે કરી છે અને બે દારૂના ધંધાર્થીઓની અટકાયત કરી લીધી છે. આ ઉપરાંત દારૂના સપ્લાયર અને રીસીવર સહિત અન્ય ચાર શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(Local Crime Branch)ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં કેટલાક બંગલાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં એક બંગલામાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો કચ્છ તરફથી આયાત કરીને ઉતારવામાં આવ્યો છે. તે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને બંગલામાંથી 1400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડ્યો હતો.

આ સમયે બંગલામાં હાજર રહેલા મૂળ જામકંડોરણા તાલુકાના સોડવદર ગામના વતની અને હાલ જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 ના છેડે રહેતા દશરથ સિંહ ઉર્ફે યોગી ઘનશ્યામસિંહ જાડેજા તેમજ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા દીપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઈ સોલંકીની અટકાયત કરી લીધી હતી.

પોલીસે બનાવના સ્થળેથી 1400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો, મોબાઇલ ફોન અને કાર વગેરે સહિત રૂપિયા 1564000ની માલમતા કબજે કરી લીધી છે, જયારે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ ભચાઉ કચ્છના જીગર સોઢાએ સપ્લાય કર્યો હોવાનું કબૂલ્યું હતું અને મંગાવનાર તરીકે જામનગરના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, અજય સિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના નામો આપ્યા હોવાથી પોલીસે તે ચારેયને ફરારી જાહેર કર્યા છે અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત

આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો

આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી