Jamnagar News: જામનગર (Jamnagar) નજીક ગોરધન પર ગામમાં એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ(Liquor)નો માતબર જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડી 456 નંગ વિદેશી દારૂની બાટલી અને વાહન સહિત રૂપિયા 10.32 લાખના મુદ્દામાલ સાથે મકાનમાલિક અને વાહન ચાલક સહિત બેને અટકાયતમાં લીધા છે, જ્યારે જામનગરના દારૂના સપ્લાયર નું નામ ખુલ્યું છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતો બાદલ બીજલભાઇ પરમાર નામનો દેવીપુજક શખ્સ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, અને જામનગર થી એક મહેન્દ્ર પીકપ વેનમાં દારૂનો જથ્થો મંગાવીને પોતાના મકાનમાં ઉતારી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન વાહનમાંથી વિદેશી દારૂની બાટલીનો જથ્થો ઉતારી રહેલા બે શખ્સો નજરે પડ્યા હતા. આથી પોલીસે મકાન માલિક બાદલ બીજલભાઇ પરમાર તેમજ વાહન ના ચાલક રવિ સુનિલભાઈ મકવાણા નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે, જ્યારે તેઓ પાસેથી 456 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો, વાહન અને મોબાઈલ સહિત 1032432 ની માલમતા કબજે કરી છે. જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા હિરેન ઇન્દ્રજીતભાઈ ચંદન નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરાઈ છે.
@સાગર સંઘાણી
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની કરી ધરપકડ
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
