Jamnagar News/ જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો

જ્યારે દારૂના ધંધાર્થીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર(Jamnagar)ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)ની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો, અને મકાનમાંથી રૂપિયા દોઢ લાખની કિંમત નો 228 નંગ ઈંગ્લીશ દારૂ(Liquor)ની બોટલનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે દારૂના ધંધાર્થીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(Local Crime Branch)ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હરિયા કોલેજ રોડ ઉપર સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર રસિકભાઈ ગોહિલ નામના એક શખ્સ દ્વારા પોતાના ઘરમાં બહારથી ઇંગ્લિશ દારૂની બાટલીનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે.

જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાન બંધ હોવાથી એલસીબીની ટુકડીએ તે બંધ મકાનને ખોલાવીને અંદર ચકાસણી કરતાં મકાનમાંથી 228 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે રૂપિયા 1 લાખ 47 હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબ્જે કરી લીધો છે, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્ર ગોહિલ નાસી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના જસદણમાંથી એક કરોડનો વિદેશી દારૂ જપ્ત, નર્મદામાં 30 લાખના દારૂનો નાશ

આ પણ વાંચો:વડોદરામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો

આ પણ વાંચો:સુરતમાં દેશી વિદેશી દારૂના જથ્થા સાથે 10.47 લાખનો મુદ્દામાલ કબજે