Gujarat News/ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાંની શક્યતા! દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ

Rainfall Alert: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

Top Stories Gujarat
Rainfall Alert: આગામી 3 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat News: ગુજરાતમાં ચોમાસાનો માહોલ યથાવત રહ્યો છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી (Rainfall Alert) મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં (Gujarat Rain Forecast) પડી શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rainfall Alert: આગામી 3 કલાકમાં ક્યાં પડશે વરસાદ?

આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી સહિત રાજ્યના 25થી વધુ જિલ્લાઓમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના 25થી વધુ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

24 કલાકમાં બાલાસિનોર અને કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહીસાગરના બાલાસિનોર અને ખેડાના કઠલાલમાં સૌથી વધુ 3-3 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અન્ય 12 તાલુકાઓમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં અંદાજે 1 ટકા વધુ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજે 15 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની (Heavy Rain Forecast) શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં (South Gujarat Rain Alert) આવ્યું છે. દમણ, દાદરા અને નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકે છે.

દમણમાં તાપમાન 4.4 ડિગ્રી ઘટ્યું, સુરત સૌથી ઠંડું

13 અને 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મુખ્ય શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. 13 ઓગસ્ટે 34 ડિગ્રી સાથે ગરમ રહેલા દમણમાં બીજા દિવસે મહત્તમ તાપમાન 4.4 ડિગ્રી ઘટીને 29.6 ડિગ્રી નોંધાયું હતું.

બીજી તરફ સુરત સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું. 14 ઓગસ્ટે સુરતમાં મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. પોરબંદર 32.6 ડિગ્રી અને નલિયા 32.5 ડિગ્રી સાથે રાજ્યના ગરમ શહેરોમાં રહ્યા હતા.

6 હવામાન સિસ્ટમ સક્રિય, માછીમારો માટે ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર હાલમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત કુલ 6 હવામાન સિસ્ટમની અસર જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવાની અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હીથી ઉત્તરાખંડ-હિમાચલ સુધી વરસાદની આગાહી

આ પણ વાંચો: વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ,આગામી 7 દિવસ વરસાદની આગાહી

આ પણ વાંચો: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ, 5 વરસાદી સિસ્ટમ સક્રિય