Lifestyle News/ પહેલી વખત માતા બનનાર મહિલાઓ આટલું ધ્યાન જરૂર રાખે: કબાટ અને સફાઈના તણાવથી મુક્તિ આપશે આ સ્માર્ટ ટિપ્સ

પહેલી વખત માતા બનનાર મહિલાઓ (New Mothers)માટે ખાસ સ્માર્ટ ટિપ્સ. ઘરકામ અને સફાઈના બિનજરૂરી તણાવમાંથી મુક્તિ મેળશે

Lifestyle
New Mothers A Special Guide for

નવી માતા (New Mothers)બન્યા પછી મહિલાઓના જીવનમાં અનેક મોટા ફેરફારો આવે છે. નવજાત બાળક (Newborn baby)ની સંભાળ રાખવાની સાથે ઘરની દૈનિક જવાબદારીઓ નિભાવતી વખતે શારીરિક અને માનસિક થાક અનુભવાવો અત્યંત સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં દરેક કામને પરફેક્ટ કરવાનો આગ્રહ રાખવાથી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને બાળકની યોગ્ય સંભાળ માટે પૂરતો સમય ફાળવી શકતી નથી. તમારી ઉર્જા જાળવી રાખવા માટે કેટલાક બિનજરૂરી કામોને થોડા સમય માટે અવગણવા ખૂબ જરૂરી છે.

New Mothers : પરફેક્શનિસ્ટ બનવાનું છોડો: કબાટ અને વાસણોના તણાવમાંથી મુક્તિ મેળવો 

નવી માતાઓએ ઘરકામમાં પરફેક્શન શોધવાને બદલે પોતાના આરામને પ્રાથમિકતા આપવી જોઈએ.ઘરની જરૂરિયાતની વસ્તુઓ યોગ્ય જગ્યાએ હોય તેટલું જ પૂરતું છે. કપડાં થોડા અસ્તવ્યસ્ત હોય તો તેને તરત ગોઠવવામાં સમય બગાડવાને બદલે તે સમયમાં આરામ કરવો જોઈએ.સિંકમાં પડેલા બે-ત્રણ વાસણો જોઈને તણાવ લેવાની જરૂર નથી. જ્યારે અનુકૂળ સમય અને ઉર્જા મળે ત્યારે જ તેને સાફ કરવાનો આગ્રહ રાખો.રમકડાં કે સામાન વેરવિખેર થાય તે સામાન્ય છે.

દરરોજ ઘરને મોડેલ હોમ જેવું ચમકાવવા પાછળ ઉર્જા બગાડવાને બદલે અસ્તવ્યસ્તતાને સહજતાથી સ્વીકારો (Accept it naturally.).રોજેરોજ આખા ઘરનું ડસ્ટિંગ કે ઊંડી સફાઈ કરવાને બદલે અઠવાડિયે એક વાર સફાઈ કરી શકાય છે. માત્ર બાળક જે રૂમમાં રહેતું હોય ત્યાં ધૂળ ન જમા થાય તે જુઓ.સોશિયલ મીડિયા (Social Media)પર દેખાતા સુઘડ ઘરોની સરખામણી તમારા ઘર સાથે ન કરો. તમારી પ્રાથમિકતા તમારું અને બાળકના સ્વાસ્થ્ય હોવું જોઈએ.

નવી માતાઓએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું આ રીતે રાખવું ધ્યાન

પોતાના સ્વાસ્થ્ય (Health)ની ઝડપી રિકવરી માટે માતાઓએ પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ જેથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે. બાળક જ્યારે ઊંઘતું હોય ત્યારે પોતાની ઊંઘ પૂરી કરવી અને પૂરતો આરામ લેવો માનસિક થાક દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. ઘરના કામકાજ માટે પરિવારના સભ્યોની મદદ લેવામાં અચકાવું જોઈએ નહીં. દરરોજ હળવી વોક, યોગા અને પૂરતું પાણી પીવાથી માનસિક શાંતિ મળે છે.


આ પણ વાંચો :ડેન્ગ્યુમાં બ્રેન સ્ટ્રોકનો ખતરો: ઇન્ફેક્શન વધે તો દિમાગ પર કેવી અસર થઈ શકે?

આ પણ વાંચો :નાની ઉંમરમાં ત્વચા પર થઈ ગયા છે ખીલ?, તો આ ૩ સરળ સ્ટેપ્સથી મેળવો ગ્લોઈંગ સ્કિન

આ પણ વાંચો :વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.