Gujarat News/ લોકગાયિકા કિંજલ રબારીએ કર્યા લગ્ન, શિક્ષક મુકેશ રબારી સાથે શરૂ કરી નવી જિંદગી

પાટણના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari Marriage)એ ગોતરકાના શિક્ષક મુકેશ રબારી સાથે સાદગીપૂર્ણ લગ્ન કરી નવી જિંદગીની શરૂઆત કરી.

Top Stories Gujarat Others Breaking News
Kinjal Rabari Marriage: કિંજલ રબારીના જીવનમાં નવી શરૂઆત, મુકેશ રબારી સાથે કર્યા લગ્ન

Gujarat News: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari Marriage) ફરી એકવાર ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ, કિંજલ રબારી (Mukesh Rabari)એ પોતાના જ સમાજના ગોતરકા ગામના વતની અને વ્યવસાયે શિક્ષક મુકેશ રબારી સાથે લગ્ન કર્યા છે. નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં સમાજના રીત-રિવાજ મુજબ સાદગીપૂર્ણ રીતે લગ્નવિધિ યોજાઈ હતી.

સાદગીભર્યા લગ્નમાં બંધાયા લગ્નના બંધનમાં

કિંજલ રબારી (Kinjal Rabari Marriage) અને મુકેશ રબારીના લગ્નમાં કોઈ ભવ્ય આયોજન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં પરંપરાગત રીત-રિવાજ મુજબ લગ્નવિધિ સંપન્ન થઈ હતી. મુકેશ રબારી ગોતરકા ગામના વતની છે અને શિક્ષક તરીકે કાર્યરત હોવાની માહિતી છે. લગ્ન બાદ કિંજલ રબારીએ પોતાના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરી છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તેમના લગ્નની ચર્ચા જોવા મળી રહી છે.

Kinjal Rabari Marriage: ભૂતકાળના વિવાદો બાદ નવી શરૂઆત

કિંજલ રબારી (Kinjal Rabari Marriage) અગાઉ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. અગાઉ તેમણે પરિવારની મંજૂરી વિના અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ મુદ્દે તે સમયે વિવાદ પણ સર્જાયો હતો. હવે કિંજલ રબારીએ પોતાના ભૂતકાળને પાછળ છોડીને મુકેશ રબારી સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ લગ્ન સાથે તેમણે જીવનમાં નવી શરૂઆત કરી છે.

લોકગાયિકા તરીકે બનાવી છે આગવી ઓળખ

કિંજલ રબારી પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના સીનાડ ગામ સાથે સંકળાયેલા લોકગાયિકા તરીકે જાણીતા છે. લોકસંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમના અંગત જીવન સાથે જોડાયેલા આ સમાચારને કારણે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.


આ પણ વાંચો:કિંજલ રબારી-અશોક ચૌધરી વિવાદમાં નવો વળાંક: છૂટાછેડાના દસ્તાવેજો પર સહીનો ઇનકાર, હુમલાના પ્રયાસની ફરિયાદ

આ પણ વાંચો:કિંજલ રબારીની લાંબો સમય વિવાદ રહ્યા પછી ‘ઘરવાપસી’

આ પણ વાંચો:કિંજલ રબારીની જેમ મારી દીકરી પણ પાછી લાવો’: ખેડામાં પાટીદાર માતાનો રબારી સમાજને આજીજી