- રામપુરા નજીક ખુશી હોટલ પાસે અકસ્માત
- ટ્રકે અને બાઇક વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત
- મોડી રાત્રી દરમિયાન બની ઘટના
- ટ્રક ચાલક અકસ્માત સર્જી થયો ફરાર
- પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં અકસ્માતના બનાવો પ્રતિ દિન વધી રહ્યા છે, લોકો બેફામ સ્પીડે વાહન હંકારી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોને નેવે મુકે છે જેના લીધે અકસ્માત સર્જાય છે. દાહોદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો આ બનાવની વિગત એવી છે કે એક ટ્રક ઓવર સ્પીડે આવતા બાઇકને ટક્કર મારતાં અક્સમાત થયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ -ઇન્દોર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,એક ટ્રક ચાલકે પોતાની ટ્રક ઓવર સ્પીડથી હંકારી હતી સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા તેણે બાઇક સવારને હડફેટમાં લીધા હતા,આ અક્સમાતમાં બે લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું,આજુબાજુનાલોકો અકસ્માત થતા સત્વરે મદદે આવી પહ્ચેયા હતા અને પોલીસને જાણ કરી હતી ,પોલીસ ઘટના સ્થેળે પહોચી હતી પરતું અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
