Surat News/ સુરતની લાલગેટ પોલીસે ઉતરાયણને લઈ અનોખી પહેલ શરૂ કરી

ડ્રગ્સના દુષણને ડામવા “NO DRUGS IN SURAT CITY”નો સંદેશ દરેક લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે

Top Stories Gujarat Surat

Surat News: સુરતના લાલગેટ પોલીસે (Lalgate Police) ઉતરાયણને લઈ અનોખી પહેલ શરૂ કરી છે. ડિજીટલ અરેસ્ટ (Digital Arrest), સાયબર ફ્રોડથી બચવા મોટા પતંગો પર જાગૃતિના સંદેશો લખવામાં આવ્યા હતા. સુરત પોલીસ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધનો સંદેશો આપતી જોવા મળે છે.

ઉત્તરાયણને લઈ પતંગબાજો, નાના બાળકોથી લઈ વડીલોમાં પતંગને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ લોકોને છેતરપિંડી, ડ્રગ્સ જેવા દૂષણોથી બચાવવા, જાગૃતિ લાવવા સુરતની લાલગેટ પોલીસ વિશેષ પ્રયત્નો કરી છે. મોટા પતંગો પર જાગૃતિના સંદેશ લખાયેલા જોવા મળ્યા છે. ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડથી બચવા સંદેશા આપવામાં આવ્યા છે. ડ્રગ્સના દુષણને ડામવા “NO DRUGS IN SURAT CITY”નો સંદેશ દરેક લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

પતંગ પર ટ્રાફિક નિયમોના પણ અનોખા સંદેશ લખાયા છે. ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધનો વિશેષ સંદેશો આપવામાં આવ્યો છે. તમામ સંદેશાના લખાણવાળી મોટી પતંગો શહેરમાં લગાવાઇ છે. શહેરના ડબગરવાડ વિસ્તારમાં પણ પતંગો લગાવવામાં આવ્યા છે. પતંગ અને માંજાની ખરીદી કરવા આવતા લોકો આ સંદેશ જોશે.  જાગૃતિ અંગેની આ મોટી પતંગો અનેકને પ્રેરિત કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

આ પણ વાંચો:ઉતરાયણમાં ચાઇનીઝ દોરી સંદર્ભે આ નંબર ઉપર કરો ફરિયાદ

આ પણ વાંચો:ઉતરાયણ પહેલા વેપારીઓને પડી કોરોનાની માર, ખરીદીમાં આવ્યો અંદાજે 25 ટકા ઘટાડો