રાજ્યમાં કોરોનાનાં કેસમાં રોજ વૃદ્ધિ જોવા મળી રહી છે. વળી નજીક ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સતત કોરોનાનાં કેસ વધતા પતંગ બજારમાં જાણે મંદીનો માહોલ સર્જાયો છે. જી હા, સુરતની વાત કરીએ તો અહી લોકો રાજ્યનાં તમામ જિલ્લાઓમાંથી આવીને પતંગ અને દોરીની મોટા પાયે ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે સતત કોરોનાનાં કેસમાં વૃદ્ધિએ બજારમાં ખરીદીને અસર કરી છે.
આ પણ વાંચો – રાષ્ટ્રીય યુવા દિવસ / આજે સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિ..જાણીએ એવા યુવાનો વિશે જેમણે નાની ઉંમરમાં દેશને ગૌરવ અપાવ્યું
આપને જણાવી દઇએ કે, સુરત એક એવુ શહેર છે કે જ્યા ઉતરાયણની ખરીદી કરવી લોકો પસંદ કરે છે. અહી બજારોમાં તમને રંગબેરંગી પતંગ અને દોરીની અલગ-અલગ વેરાઇટી મળી જાય છે. કહેવાય છે કે જે એકવાર સુરતમાંથી પતંગ-દોરીની ખરીદી કરે છે તે પછી અહીથી જ ખરીદી કરવુ પસંદ કરે છે. પરંતુ આ વર્ષે જાણે લોકોને મનમાં ડર એટલો પ્રસરી ગયો છે કે ઉતરાયણને હવે 2 દિવસ બાકી રહેતા પણ બજારોમાં સન્નાટો છે. વેપારીઓ પણ આ કારણોસર ચિંતામાં આવી ગયા છે. જથ્થામાં લીધેલો માલ-સામાન નફાનાં ઇરાદે વેચાણ કરવા ઉતરેલા વેપારીઓ લાવ્યા ભાવ પણ મળે તો ખુશ થઇ જાય જેવી પરિસ્થિતિની ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે. સુરતમાં વેપારીઓનું કહેવુ છે કે, તેઓ કોવિડનાં કેસોમાં ઉછાળાને કારણે ગયા વર્ષની સરખામણીમાં પતંગનાં વેચાણમાં ઘટાડો જોઇ રહ્યા છે. એક જથ્થાબંધ વેપારીનું કહેવુ છે, “જે વેપારીઓએ અગાઉ ઓર્ડર આપ્યા હતા તેઓ હવે કોવિડ પ્રતિબંધોને કારણે તેને રદ કરી રહ્યા છે. વેચાણમાં લગભગ 25% ઘટાડો થયો છે.”
Gujarat: Ahead of #MakarSankranti, sellers in Surat say they witness a drop in kite sales compared to last year amid a surge in Covid cases
"Traders who earlier placed orders are now cancelling them due to the Covid restrictions. Sales are down by almost 25%," says a wholesaler pic.twitter.com/F0vssOhOh9
— ANI (@ANI) January 12, 2022
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ડિસેમ્બર માસમાં જ પતંગનું વેચાણ શરૂ થઈ જાય છે પરંતુ પહેલી વાર એવું બન્યું છે કે, હાલમાં વેચાણ શરૂ થઈ રહ્યું છે. કોરોના બાદ અનેક તહેવાર આવી રહ્યાં છે. તેમાં હાલ સૌથી માઠી અસર પતંગનાં ધંધા પર જોવા મળી રહી છે.
