Bhavnagar News/ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા પંજાબ જઈ પટિયાલાની મંડીઓ અને FCI ડેપોનું નિરીક્ષણ કર્યું

Bhavnagar News : પંજાબના લુધિયાણા ખાતે જઈને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પંજાબના લુધિયાણા જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે અનાજની પ્રાપ્તિ અને સંગ્રહ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.તે સિવાય મંત્રીએ એશિયાના સૌથી મોટા અનાજ બજારો – ખન્ના મંડી (લુધિયાણા) અને રાજપુરા મંડી (પટિયાલા)ની મુલાકાત પણ લીધી હતી. પંજાબમાં આ બંને […]

Gujarat

Bhavnagar News : પંજાબના લુધિયાણા ખાતે જઈને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પંજાબના લુધિયાણા જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે અનાજની પ્રાપ્તિ અને સંગ્રહ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.તે સિવાય મંત્રીએ એશિયાના સૌથી મોટા અનાજ બજારો – ખન્ના મંડી (લુધિયાણા) અને રાજપુરા મંડી (પટિયાલા)ની મુલાકાત પણ લીધી હતી.

પંજાબમાં આ બંને મંડીઓ ઘઉંના ખરીદ કેન્દ્ર તરીકે કાર્યરત છે. તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ખન્ના ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ફૂડ સ્ટોરેજ ડેપોમાં તેમણે સ્ટોરેજ વ્યવસ્થા, વેરહાઉસની સ્થિતિ અને ગુણવત્તા નિયંત્રણની સમીક્ષા કરી હતી. નિમુબેન બામણિયાએ અધિકારીઓને તમામ પ્રક્રિયાઓ પારદર્શક અને ખેડૂત મૈત્રીપૂર્ણ રાખવાના પણ  નિર્દેશ આપ્યા હતા.

તે સિવાય કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત ખોરાક પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પંજાબમાં 2,885 પ્રાપ્તિ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.

જેમાં 1,864 નિયમિત અને 1,021 અસ્થાયી કેન્દ્રોનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારે PEG યોજના હેઠળ રાજ્યમાં 46 લાખ મેટ્રિક ટનની વધારાની સંગ્રહ ક્ષમતાને મંજૂરી આપી છે.

આ સિઝનમાં 124 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પંજાબના ખાદ્ય મંત્રી લાલચંદ કટારુચક, મંત્રાલયના સંયુક્ત સચિવ સી.શિખા, મંત્રીના અંગત સચિવ જાગૃતિ સિંગલા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર

આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ

આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ