Rajkot News/ રાજકોટના જસદણમાં ગૃહપતિએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં ફરિયાદ

તેમજ જસદણ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Top Stories Gujarat Rajkot
complaint filed against a householder for committing an act against nature with a young man in jasdan rajkot kp 2025 03 31 4 રાજકોટના જસદણમાં ગૃહપતિએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં ફરિયાદ

Rajkot News: રાજકોટ (Rajkot)ના જસદણ (Jasdan)માં ગૃહપતિએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (Rape) કરતા જીવનશાળા હોસ્ટેલમાં ચકચાર મચી ગઈ હતી.  ગૃહપતિ સામે પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) અને એટ્રોસિટી (Atrocity) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જસદણ પોલીસે (Jasdan Police) આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

complaint filed against a householder for committing an act against nature with a young man in jasdan rajkot kp 2025 03 31 2 રાજકોટના જસદણમાં ગૃહપતિએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં ફરિયાદ

કિશોર, કિશોરીઓની સાથે ઘણાં સમયથી સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યો આચરતાં સમાજમાં નકારાત્મક પડઘાં પડ્યાં છે. હોસ્ટેલમાં ભણતું બાળક પણ હવે સુરક્ષિત રહ્યું નથી, તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જીલ્લામાં જસદણ તાલુકામાં આવેલ આંબરડી જીવનશાળા હોસ્ટેલ (Hostel)માં રહેતા તરૂણ સાથે દુષ્કૃત્યની ઘટના બનવા પામી છે. 14 વર્ષના તરૂણ સાથે હોસ્ટેલના ગૃહપતિએ ખંડેર રૂમમાં લઇ જઇ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

તરૂણે પોતાની આપવીતી જણાવતાં ગૃહપતિ સામે પોલીસ સ્ટેશને નોંધાઇ દુષ્કૃત્યની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાધવાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ જસદણ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

complaint filed against a householder for committing an act against nature with a young man in jasdan rajkot kp 2025 03 31 3 રાજકોટના જસદણમાં ગૃહપતિએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં ફરિયાદ

થોડા દિવસો અગાઉ અમરેલી-સાવરકુંડલા પંથકમાંથી શિક્ષણ જગતની છબી ખરડતી એક ઘટના પ્રકાશમાં આવી હતી. સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારવા બદલ શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.  વિદ્યાર્થી સૃષ્ટિ વિરુદ્ધ ગુનાઓ અને બળાત્કાર અને અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવે તો શિક્ષકને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ASP સહિત પોલીસ અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલીમાં શિક્ષકે સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

આ પણ વાંચો:બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર પુજારી પકડાયો

આ પણ વાંચો:બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા