પર્થ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર – ગવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ પર્થ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવા મેદાને ઉતરેલી કાંગારું ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૬ રન બનાવી ઓલઆઉટ થઇ છે. જયારે ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૨૮૩ રન બનાવ્યા છે. આ સાથે જ યજમાન ટીમને ૪૩ રનની લીડ મળી હતી.
જો કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં ૨૪૩ રનના સ્કોરે ઓલઆઉટ થયું છે અને ભારતને ૨૮૭ રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૮૭ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે અત્યારસુધીમાં ૫ વિકેટના નુકશાને ૧૧૨ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૦, પુજારા ૪ રન, મુરલી વિજય ૨૦ રન, કેપ્ટન વિરાટ કોહલી ૧૭ રન અને રહાને ૩૦ રન બનાવી આઉટ થયા છે.
ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં ૨૪૩ રનમાં થયું ઓલઆઉટ
બીજી ઇનિંગ્સમાં કાંગારું ટીમ ૨૪૩ રન બનાવી ઓલઆઉટ થયું છે. ઓપનર બેટ્સમેન એરોન ફિન્ચ ૨૫ રન, હેરિસ ૨૦ રન, ઉસ્માન ખ્વાજા ૬૮ રન, શોન માર્શ ૫ રન, હેન્ડ્સકોમ્બ ૧૩ રન, ટ્રેવિસ હેડ ૧૯ રન અને કેપ્ટન ટીમ પેઈન ૩૭ રન બનાવી આઉટ થયા છે.
ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શામીએ સૌથી વધુ ૬ વિકેટ પોતાના નામે કરી છે.
આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી સાથે ભારતે ૨૮૩ રન બનાવી ઓલઆઉટ થયું છે. ઓપનર બેટ્સમેન મુરલી વિજય ૦ રન, કે એલ રાહુલ ૨ રન અને ચેતેશ્વર પુજારા ૨૪ રન બનાવી આઉટ થયા છે. જયારે કેપ્ટન વિરાટ કોહલીએ કેરિયરની ૨૫મી સદી ફટકારતા સૌથી વધુ ૧૨૩ રન બનાવી આઉટ થયો છે.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિન બોલર નાથન લયને ૫ વિકેટ, જયારે ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને હેઝલવુડે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૩૨૬ રન
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા યજમાન ટીમે ૩૨૬ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર બેટ્સમેન એરોન ફિન્ચ ૩૧ રન, પીટર હેન્ડ્સકોમ્બ ૭ રન, શોન માર્શ ૪૫ રન, હેડ ૫૮ રન અને ઉસ્માન ખ્વાજા ૫ રન બનાવી આઉટ થયા હતા. જયારે ઓપનર બેટ્સમેન હેરિસે સૌથી વધુ ૭૦ રન બનાવ્યા હતા.

ભારત તરફથી ઝડપી બોલર ઇશાંત શર્માએ સૌથી વધુ ૪ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા છે. જયારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, અને હનુમા વિહારીએ અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી છે.
