Junagadh News: જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોન (EcoSensitive Zone) નો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ગરબા રમતી બાળકીઓએ બેનર સાથે વિરોધ કર્યો છે. વિસાવદરના લીમધ્રા, હરિપુર અને ખાંભામાં વિરોધ કરવામાં આવ્યો છે. ઇકોઝોન નાબૂદ કરોના બેનરો સાથે ગરબા રમાયા હતા.હે અંબે માં ઇકોઝોન હટાવવા સરકારને સદબુધિ આપો તેવા બેનરો સાથે ગરબા ગવાયા.
ઇકો સેન્સિટિવ ઝોનમાં ત્રણ જિલ્લાના 196 ગામનો સમાવેશ થાય છે.વિસાવદર તાલુકાના ગામો પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. થોડા દિવસ અગાઉ વિસાવદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં ઇકોસેન્સિટિવ ઝોનના વિરોધમાં સર્વપક્ષીય આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હવે જ્યારે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જુનાગઢમાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’ રદ કરવાની માગ નજીકનાં ગામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ મામલે વિરોધ સતત વકરી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા 196 પંચાયતો દ્વારા ઠરાવ કરી રજૂઆત કરાઈ છે. બીજી તરફ જુનાગઢ કિસાન સંઘ, અમરેલી તેમ જ ગીર સોમનાથ કિસાન સંઘનાં પ્રમુખો દ્વારા CCF આરાધના સહુ સમક્ષ રજૂઆત કરાઈ છે. તેમણે કહ્યું કે, ઇકો ઝોન ઘોષિત થતાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનાં ખેડૂતોને વધુ મુશ્કેલી થશે. હાલ પણ રસ્તાઓ અને સુવિધાઓનાં લાભથી જંગલ નજદીકનાં ખેડૂતો પરેશાન છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, પાણીયા, મિતીયાળાની ફરતી તરફ ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની ગતિવિધીઓ ચાલી રહી છે, જેમાં ત્રણ જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થવાનો છે. આ તમામ ગામમાં આજે એકીસાથે ઇકો સેન્સિટિવ ઝોનને રદ કરવાની માંગણી સાથેના ઠરાવ ગ્રામ સભાઓમાં કરવામાં આવ્યા છે. આટલો મોટો વિરોધ કદાચ પ્રથમવાર જ થયો હશે. ગ્રામસભાઓમાં એકીસાથે ઠરાવ થતાં સરકાર અને વન વિભાગમાં અંદરખાને ભારે દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: ગિરનાર પર્વત ઉપર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11 કેવીનું થયું લોકાર્પણ
આ પણ વાંચો: એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો: જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
