સંજય મહંત -મંતવ્ય ન્યુઝ
સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે તો બીજી તરફ સુરતમાં ઓક્સીજનની અછતની બુમ પણ ઉઠી છે તો બીજી તરફ સુરતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આવશ્યક સિવાયની બજારો, મોલ કોમ્પ્લેક્સ બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ હીરા ઉઘોગ શરુ છે ત્યારે સુરતમાં હીરા ઉઘોગમાં કારીગરોને ૧૫ દિવસનો એડવાન્સ પગાર આપી હીરા ઉઘોગને ૧૫ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે તેવી માંગ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે તંત્ર અને હીરાના કારખાનાના માલિકોને પણ જાણકારી છે કે હીરા ઉઘોગમાં સંક્રમણ ફેલાઈ શકે છે. કારણ કે ૩ થી ૪ મીટરની અંદર જ ત્રણથી ચાર કારીગરો કામ કરે છે. ત્યારે અમારી માંગ છે કે લોકડાઉન સમયે અમુક હીરાના માલિકોએ કારીગરોના પગાર ચૂકવ્યો ન હતો. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા હીરા ઉઘોગમાં કારીગરોને ૧૫ દિવસનો એડવાન્સ પગાર આપી હીરા ઉઘોગને ૧૫ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે તેવી માંગ છે. સરકારને વિનંતી છે ઉઘોગપતીઓ સાથે પહેલા બેઠક કરે અને પહેલા કારીગરોને પગાર ચુકવે પછી ૧૫ દિવસ સુધી હીરા ઉઘોગને ૧૫ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે.
