વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ISISનાં આતંકવાદીને પકડાવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. મૂળ તમિલનાડુનાં એવા આ આતંકવાદીનું નામ ઝફર અલી ઉર્ફ ઉંમર છે. તમિલનાડુની એક આતંકવાદી ઘટનામાં ઝફર અલી વોન્ટેડ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝફર અલી વડોદરામાં ISISનું ટેરર મોડલ ઉભું કરવા આવ્યો હતો.
થોડા સમય પહેલા બેંગાલુરુમાં 3 પિસ્ટલ અને 90 રાઉન્ડ મળ્યા હતા. ત્યાંથી વડોદરામાં આ ઝફર અલી આતંકવાદી પ્રવૃતિઓમાં સક્રિય હોવાની જાણકારી મળી હતી. અને આ જ જાણકારીના આધારે ગુજરાત ATSએ ઝફર અલીને પકડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે તમિલનાડુના કુલ 6 આતંકવાદીઓ ફરાર છે. આ છ પૈકી કેટલાક આતંકવાદીઓ અજાણી જગ્યાએ જેહાદ કરવાની વાતો કરતા હતા. કટ્ટર મુસ્લિમપંથી વિચારધારા ધરાવતા આ છ પૈકી ત્રણ દિલ્હીથી પકડાયા છે, જ્યારે એક વડોદરાથી પકડાયો છે. મતલબ કે હજુ બે આતંકવાદીઓની કોઈ ભાળ મળી નથી.
વડોદરામાંથી આતંકવાદી જે ઓરડીમાં રહેતો હતો. તેના માલિકનો પતો લાગ્યો છે. આતંકવાદી ઝફર, રણજિત રાઠોડનાં મકાનમાં રોકાયો હતો. મકાનમાલિક રણજિત રાઠોડે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, હું આતંકી ઝફર અલીને નથી ઓળખતો. મકાનમાલિકે તેનાં મિત્રને મકાન રહેવા આપ્યું હતું. જ્યારે મિત્રનાં સાળાએ આતંકી ઝફરને આશરો આપ્યો હતો. મહત્વનું છે કે, આતંકીને આશરો આપનાર મુબારક લાપતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી પકડાયેલા આ આતંકી ઝફર અલીને હાલ અમદાવાદ લાવવામાં આવ્યો છે. અને તેને પુછપરછ બાદ દિલ્હી સ્પેંશિયલ સેલને સોંપવામાં આવશે. પોલીસ દ્વારા આતંકી ઝફર અલીની વિવિધ એન્ગલથી પુછપરછ કરવામાં આવશે. તો સાથે સાથે ઝફરનાં હાલમાં ગાયબ બે સાથી દારો ક્યા છે અને શું પ્લાનમાં છે તે જાણવુ પણ પોલીસ માટે મહત્વનું અને પ્રાથમિક રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
