કર્ણાટકમાં માંડ્યા નજીક શનિવારે વીસી નહેરમાં એક બસ ખાબકી જતા ઘટનાસ્થળે ૨૫ લોકોના મોત થયા છે. મરનારામાં ચાર બાળકો પણ શામેલ હતા.હાલ રાહત અને બચાવકામગીરી શરુ છે.
Karnataka: At least 15 people died after the bus they were in, fell into VC canal near Mandya earlier today. The death toll is likely to rise. pic.twitter.com/1fFs4z7tOI
— ANI (@ANI) November 24, 2018
કર્ણાટકના ઉપ મુખ્યમંત્રીએ ૨૫ લોકોના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે મને વિશ્વાસ છે કે ડ્રાઈવર યોગ્ય રીતે બસ ચલાવી રહ્યો નહતો. જો કે આ આખા મામલાની તપાસ કરાવીશ.
25 people have died. I believe the driver was not driving properly, I will find out, take some more inputs: Deputy Karnataka CM G Parameshwara on the incident where a bus fell into a canal near Mandya in Karnataka today. pic.twitter.com/8aHjXLXhTM
— ANI (@ANI) November 24, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંડવપુરા તાલુકમાં કંગનમારદી ગામમાં એક બસ નહેરમાં પડી ગઈ છે.૨૦ ડેડબોડીને બહાર કાઢી દેવામાં આવી છે.
સ્થાનિકોના કહેવા પ્રમાણે આ નહેરની આજુબાજુ કોઈ સુરક્ષાત્મ્ક દીવાલ નહતી જેને લીધે આ દુર્ઘટના થઇ હોય તેવું લાગી રહ્યું છે.એએનઆઈ પર બતાવેલા વિડીયોમાં જોઈ શકો છો કે નહેરમાં પડેલા લોકોને દોરડા વડે કાઢવામાં આવી રહ્યા છે.
