રોગચાળો/ મચ્છર જન્ય રોગચાળાએ શહેરને લીધું બાનમાં, બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું

સોલા સિવિલ ઓપીડીમાં બાળકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. રોજની 1000 ઓપીડીમાં  60 થી 70 બાળકોની તપાસ કરવામાં આવે છે. જેમાં 35થી 40 બાળકોને દાખલ કરવામાં આવે છે.

Top Stories Ahmedabad Gujarat

કોરોનાનો કહેર માંડ ઘટી રહ્યો છે, ત્યાં હવે પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળા એ ભરડો લીધો છે. અને ચિંતાજનક વાત તો એ છે કે હાલ બાળકો પણ રોગચાળામાં વધારે સપડાઇ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોનો રાફળો ફાટ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ દહેશત ફેલાવી છે. જેના કારણે અમદાવાદની સોલા અને અસારવા સિવિલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે. બાળકો માટે પણ તબીબો અને વાલીઓમાં ચિંતા વધી છે. કારણકે પુખ્તવ્યના લોકોની સાથે સાથે બાળકોમાં પણ હવે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. બાળકોની પણ ઓપીડી વધુ જોવા મળી છે. જે રીતે રોગચાળો વધી રહ્યો છે. તેના કારણે અસારવા અને સોલા સિવિલમાં ઓપીડીમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે.

દર વર્ષે ચોમાસામાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગોના દર્દીઓ વધતા હોય છે. પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સોલા સિવિલમાં ઓગસ્ટ મહિનામાં 325 જેટલા ડેન્ગ્યુના કેસો 53 જેટલા મેલેરિયાના, 66 જેટલા ચિકન ગુનિયાના કેસો નોંધાયા હતા. ત્યારે આ સપ્ટેમ્બરમાં 150 ડેંગ્યુ, 35 મેલેરિયા, ચિકન ગુનિયા 36 કેસો નોંધાયા હતા. તેની સાથે જ સોલા સિવિલની ઓપીડીમાં પણ વધારો થયો છે. સોલા સિવિલની રોજની 1000 ઓપીડી આવે છે. રોગચાળાની  ઋતુમાં બાળકો પણ ઝપેટમાં આવી ગયા છે. સોલા સિવિલ ઓપીડીમાં બાળકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. રોજની 1000 ઓપીડીમાં  60 થી 70 બાળકોની તપાસ કરવામાં આવે છે. જેમાં 35થી 40 બાળકોને દાખલ કરવામાં આવે છે. આ વર્ષે બાળકોમાં  રોગચાળાનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકોમાં સૌથી વધુ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગો જોવા મળ્યા છે. જેના કારણે સોલા સિવિલનો પીડિયાટ્રિક વોર્ડ 90 ટકા ફૂલ જોવા મળ્યો છે. ગઈ સાલ કરતા આ વર્ષે ઓપીડીમાં વધારો જોવા મળ્યો છે. ગઈ સાલ આ મહીનામાં 400 ઓપીડી થતી હતી અને આ વર્ષે 1000 જેટલી ઓપીડી આવે છે..

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા સિવિલમાં રોજની 3000 ઓપીડી આવે છે. ત્યારે પહેલા રોજની 2000 જેટલી ઓપીડી આવતી હતી. જે રીતે ઋતુજન્ય રોગોનો રાફડો ફાટ્યો હતો જેના કારણે અસારવા સિવિલમાં સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આવી હતી. અસારવા સિવિલમાં પણ મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધ્યા છે. ગયા મહિનાની સરખમણીમાં ડેન્ગ્યુ ના132 કેસો હતા. જે વધીને  231 દર્દીઓ નોંધાયા છે. અસારવા સિવિલમાં પણ બાળકોના કેસે વધ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ની સોલા હોસ્પિટલમાં  80 દિવસ મા 5 હજાર થી વધારે બાળકો બીમાર પડતા OPD મા પહોંચ્યા હતા જેમાં 3000 હજાર બાળકો ને એડમિટ કરવા પડયા હતા.

ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન ,શરદી ખાસી તાવ એ ભરડો લીધો છે. અને તેમાં બાળકો પણ બાકાત નથી. છેલ્લા 80 દિવસમાં  અમદાવાદમા 5178 બાળકો વાઇરલ ઇન્ફેક્શમ તેમજ શરદી ખાંસી તાવ સહિત અન્ય બીમારીનો ભોગ બન્યા છે. સોલા સિવિલ હોસ્પિટલ OPDમાં રોજ 100 બાળકો આવે છે જેમાંથી 50 ટકા બાળકો ને એડમિટ કરવા પડે છે.  80 દિવસમાં  અલગ અલગ બીમારીઓ નો ભોગ બનતા 3000 હજાર થી વધારે બાળકોને એડમિટ કરવા પડયા છે. આ માત્ર અમદાવાદ સોલા સિવિલ અને અસારવા સિવિલ હોસ્પિટલની વાત છે. અન્ય શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે.

પંજાબ / સિદ્ધુનું રાજીનામું ફગાવી દેવાયું, હાઈકમાન્ડે કહ્યું- રાજ્યના નેતાઓએ …