Breaking News/ વડોદરા બાદ હવે વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat Others Breaking News

Breaking News : ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બોમ્બ ધમકીને કારણે વેરાવળ કોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે એક ઇમેઇલ દ્વારા આ ધમકી મળી હતી. જિલ્લા ન્યાયાધીશ વિક્રમ સિંહ ગોહિલે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી હતી. સુરક્ષા કારણોસર જૂની કોર્ટ બિલ્ડીંગ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.

કોર્ટ પરિસરમાંથી વકીલો અને અસીલોને ખાલી કરાવવામાં આવ્યા છે. હાલમાં કોર્ટની બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને કારણે દરેકમાં ચિંતાનો માહોલ છે.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. LCB અને SOG સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર કેમ્પસમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ધમકી મળ્યા બાદ, વેરાવળની જૂની કોર્ટ બિલ્ડીંગ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. સુરક્ષાના પગલા રૂપે, વકીલો અને અસીલો સહિત તમામ લોકોને તાત્કાલિક કોર્ટ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે વેરાવળ કોર્ટની બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોની ભારે ભીડ જોવા મળી હતી.

આ ઘટનાથી સમગ્ર વેરાવળ શહેરમાં અને ખાસ કરીને કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઉપરાંત, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં

આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી

આ પણ વાંચો:‘બોમ્બ પહાડોમાં ‘માખણમાં છરી’ ની જેમ ઘૂસી ગયા’, ટ્રમ્પે બતાવ્યું, કેવી રીતે ઈરાન પર હુમલો કર્યો