Ahmedabad News/ 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ગુજરાત પોલીસને કેવી રીતે મળી મોટી સફળતા? ડાર્ક વેબથી અમદાવાદ સુધી પહોંચ્યો તપાસનો દોર

Gujarat terror funding case: 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં મોટો ખુલાસો,ડાર્ક વેબ પરના ડ્રગ્સ નેટવર્કથી શરૂ થયેલી તપાસ અમદાવાદથી લઈને UK સુધી ફેલાયેલા ટેરર ફંડિંગ રેકેટ સુધી પહોંચી ગઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat terror funding case: 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં મોટો ખુલાસો

Ahmedabad News: ગુજરાત પોલીસ (Gujarat Police)ના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે (Cyber ​​Center of Excellence) 226 કરોડના ટેરર ફંડિંગ કેસ (Gujarat terror funding case)માં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ડાર્ક વેબ (Dark Web) પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસ કરતાં શરૂ થયેલી ટેક્નિકલ તપાસ આખરે અમદાવાદથી લઈને UK સુધી ફેલાયેલા ટેરર ફંડિંગ રેકેટ (Gujarat terror funding case) સુધી પહોંચી ગઈ હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. રાજદીપસિંહ ઝાલ (S.P Rajdeepsinh Zala)એ સમગ્ર તપાસની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદ IP એડ્રેસ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી.

ડ્રગ્સ વેન્ડરના ટ્રાન્જેક્શનથી ખુલ્યો ભેદ

તપાસ દરમિયાન artemislabs.cc નામની વેબસાઈટ સાથે જોડાયેલા એક ડ્રગ્સ વેન્ડરના ટ્રાન્જેક્શન પોલીસના રડારમાં આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે, આ વેન્ડર મારફતે 10 અલગ-અલગ ક્રિપ્ટો વોલેટમાં મોટી રકમ ટ્રાન્સફર થઈ રહી હતી.સાયબર ટીમે આ તમામ વોલેટનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું, જેમાંથી 9 વોલેટ વિદેશી હોવાનું સામે આવ્યું. જોકે, એક વોલેટ ભારતનું હોવાનું જાણવા મળતાં તપાસ વધુ ઊંડી કરવામાં આવી.

Gujarat terror funding case: અમદાવાદના દાણીલીમડાથી મળ્યો પ્રથમ ક્લૂ

KYC અને અન્ય ડિજિટલ વિગતોના આધારે આ ભારતીય વોલેટ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહસીન મુલાનીનું હોવાનું બહાર આવ્યું હતું. અહીંથી તપાસને પ્રથમ મોટી બ્રેકથ્રૂ મળી હતી.પોલીસે જ્યારે મોહસીન મુલાનીના ક્રિપ્ટો ટ્રાન્જેક્શનનું વિશ્લેષણ કર્યું ત્યારે તેના વોલેટ સાથે 8 અન્ય એકાઉન્ટ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેમાં એક મોનેરો વોલેટ પણ હતું, જેમાં એક સમયે 56 હજાર ડોલર જેટલી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

Gujarat terror funding case
Gujarat terror funding case

ઝુબેર પોપટીયાનું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ

આગળની તપાસમાં અન્ય 9 ભારતીય વોલેટ સાથેના કનેક્શન સામે આવ્યા, જેમાં મોહંમદ ઝુબેર પોપટીયાનું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ હોવાનું જણાયું હતું. પોલીસે જ્યારે ઝુબેરના વોલેટનું વિશ્લેષણ કર્યું ત્યારે ઈઝરાયલમાં MBCTA દ્વારા સીઝ કરાયેલા વોલેટમાંથી સીધા તેના ખાતામાં રકમ આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ કનેક્શન સામે આવતા સમગ્ર કેસ વધુ ગંભીર બની ગયો હતો.

UKથી હવાલા મારફતે ભારતમાં આવતા હતા પૈસા

તપાસ દરમિયાન Gujarat terror funding caseમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન નામનો વ્યક્તિ UKમાંથી માહિતી અને માર્ગદર્શન આપતો હતો, જ્યારે ભારતમાં હવાલા અને આંગડિયા નેટવર્ક મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.આ કેસમાં પોલીસે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2023-24 દરમિયાન આશરે ₹2 કરોડની રકમ આ નેટવર્ક મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

Gujarat terror funding case
Gujarat terror funding case

વેસ્ટર્ન યુનિયન (Western Union) મારફતે પણ મળતું હતું ફંડિંગ

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે (Cyber ​​Center of Excellence) ખુલાસો કર્યો હતો કે, આરોપીઓ વર્ષ 2021 પહેલાં Western Union જેવી MTSS પેમેન્ટ સિસ્ટમ મારફતે પણ વિદેશથી ફંડિંગ મેળવતા હતા.તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2016થી 2021 દરમિયાન 9 અલગ-અલગ દેશો સાથે આશરે ₹80 લાખના ટ્રાન્જેક્શન થયા હતા. હાલ આ તમામ ટ્રાન્જેક્શનની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે જોડાણ

આ સમગ્ર નેટવર્કના તાર અમેરિકાના ન્યાય વિભાગ (Department of Justice) અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ​​ફાઇનાન્સિંગ (National Bureau of Counter Terror Financing) દ્વારા માર્ક કરાયેલા કેટલાક ક્રિપ્ટો ક્લસ્ટર સાથે પણ જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.હાલ ગુજરાત પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓ સમગ્ર કેસમાં વધુ તપાસ કરી રહી છે અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

Gujarat terror funding case
Gujarat terror funding case

આ પણ વાંચો:ડ્રગ્સની હેરાફેરી અટકાવવા ક્રિપ્ટોકરન્સી, ડાર્ક વેબ પર નિયંત્રણ એક મોટો પડકાર: ગૃહમંત્રી અમિત શાહ

આ પણ વાંચો:ડાર્ક વેબ પર લાખો ભારતીયોની માહિતી આવી સામે

આ પણ વાંચો:ડાર્ક વેબ પર ડેટા લીક! આટલા કરોડ ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ડેટા હોવાનો દાવો