Fuel Supply India 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભારે રાજદ્વારી અને સૈન્ય તણાવની વચ્ચે ભારત સરકારે દેશના નાગરિકોને મોટી ખાતરી આપી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી (LPG), પીએનજી (PNG) અને સીએનજી (CNG) ની ઉપલબ્ધતા સંપૂર્ણપણે સામાન્ય છે અને દેશ પાસે તેનો પૂરતો સ્ટોક છે. નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત એક ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સમાં પેટ્રોલિયમ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દેશની ઉર્જા સુરક્ષા અને દરિયાઈ સપ્લાય ચેઈન અંગે વિગતવાર માહિતી આપી હતી.
પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક(Fuel)
સરકારે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહે અને પેટ્રોલ પંપ પર ગભરાટમાં આવીને ખરીદી (Panic Buying) ન કરે. અધિકારીઓએ જણાવ્યું કે દેશના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો હાજર છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં, સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે તે માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદ શુલ્ક) માં 10 રૂપિયા પ્રતિ લીટર નો મોટો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત દેશની તમામ ઓઈલ રિફાઈનરીઓ પૂરતા કાચા તેલના(Fuel) ભંડાર સાથે હાઈ કેપેસિટી પર કામ કરી રહી છે.
તમામ ભારતીય નાવિકો સુરક્ષિત
શિપિંગ(Fuel) મંત્રાલયે જણાવ્યું કે પર્શિયન ગલ્ફ (ફારસની ખાડી) ના તણાવગ્રસ્ત વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો (Sailors) સંપૂર્ણપણે સુરક્ષિત છે. છેલ્લા 72 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા કે ભારતીય ક્રૂ મેમ્બર્સ હોય તેવા કોઈ પણ જહાજ સાથે કોઈ અણબનાવ બન્યો નથી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના કંટ્રોલ રૂમે અત્યાર સુધીમાં 10,106 કોલ્સ અને 22,215 થી વધુ ઈમેઈલ હેન્ડલ કરીને પરિસ્થિતિ પર નજર રાખી છે. મંત્રાલયે અત્યાર સુધીમાં 3,316 થી વધુ ભારતીય નાવિકોની સુરક્ષિત ઘરવાપસી કરાવી છે, જેમાં છેલ્લા 3 દિવસમાં પરત ફરેલા 99 નાવિકો પણ સામેલ છે. દેશના તમામ બંદરો સામાન્ય રીતે કાર્યરત છે.
રેકોર્ડ સ્તરે LPG સિલિન્ડરનું વિતરણ અને કડક સુરક્ષા
વર્તમાન પરિસ્થિતિ વચ્ચે પણ ઘરેલું એલપીજી(Fuel) સપ્લાયને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં 1.32 કરોડ સિલિન્ડરના બુકિંગ સામે રેકોર્ડબ્રેક 1.34 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 45.36 લાખ બુકિંગ સામે 47.51 લાખ સિલિન્ડર ગ્રાહકોના ઘરે પહોંચાડાયા હતા. ગેસની ચોરી અને કાળાબજારી રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત સુરક્ષિત ડિલિવરીમાં 96% નો વધારો નોંધાયો છે.
જમાખોરી સામે દેશભરમાં 5,000 થી વધુ દરોડા
LPG અને ઈંધણની કાળાબજારી રોકવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાં 5,000 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ 3,100 થી વધુ પેટ્રોલ પંપ અને એલપીજી વિતરકોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું, જેમાં નિયમોના ઉલ્લંઘન બદલ 463 એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સ પર દંડ ફટકારવામાં આવ્યો છે અને 81 વિતરકોના લાયસન્સ સસ્પેન્ડ (નિલંબિત) કરવામાં આવ્યા છે. હોસ્પિટલો, ફાર્મા, કૃષિ અને સ્ટીલ જેવા જરૂરી ક્ષેત્રોને કોમર્શિયલ ગેસ સપ્લાયમાં પ્રાથમિકતા અપાઈ રહી છે.
MYPNGD.in દ્વારા PNG અપનાવવા પર જોર
સરકાર હવે સ્વચ્છ ઈંધણ તરીકે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ને વધુ પ્રોત્સાહન આપી રહી છે. 20 મે 2026 સુધીમાં દેશના 58,500 થી વધુ ગ્રાહકોએ MYPNGD.in વેબસાઈટના માધ્યમથી પોતાના ઘરેલું એલપીજી કનેક્શન સરેન્ડર (પરત) કરીને પીએનજી(Fuel) અપનાવ્યું છે. માર્ચ 2026 થી અત્યાર સુધીમાં અંદાજે 7.64 લાખ નવા પીએનજી કનેક્શન સક્રિય કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’! પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે CJI નો મોટો આદેશ
આ પણ વાંચો: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી પર લાગશે બ્રેક? જાણો મિડલ ઈસ્ટ વોર અને ક્વોટા સિસ્ટમની અસર
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને કેન્દ્ર પર કોંગ્રેસના પ્રહારો
