National News/ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કથાકાર અનિરુદ્ધાચાર્ય સામે કેસ દાખલ કરાયો

અનિરુદ્ધાચાર્ય અગાઉ પણ ઘણીવાર ચર્ચા અને વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે

India
કથાકાર અનિરુદ્ધાચાર્ય સામે  કેસ દાખલ કરવામાં આવ્યો છે

National News : મહિલઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કથાકાર અનિરુદ્ધાચાર્ય સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ પણ તેઓ વિવાદોમાં ફસાઈ ચુક્યા હતા. સીજેએમ કોર્ટમાં ભારત હિન્દુ મહાસભા, આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે તેમની સામે અરજી દાખલ કરી છે. તેને સીજેએમ ઉત્સવ રાજ ગૌરવની કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટમાં હવે કથાકાર અનિરૂધ્ધસિંહે જવાબ આપવો પડશે. 1 જાન્યુઆરી 2026ના રોજ આ કેસમાં હવેની આગામી સુવાવણી થશે. આ સમગ્ર મામલો શું છે અને કથાકાર અનિરુદ્ધાચાર્ય કોણ છે તે જાણીએ.

કોણ છે કથાકાર અનિરુદ્ધાચાર્ય?

અનિરુદ્ધ રામ તિવારી અનિરૂધ્ધાચાર્યનું બાળપણનું નામ છે. મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રિનવાઝા ગામના તે વતની છે. 27 સપ્ટેમ્બર 1989ના રોજ જન્મેલા અનિરૂધ્ધાચાર્યના પિતાનું નામ રોશન તિવારી છે જે મંદિરના પૂજારી છે. તેમની માતાનું નામ છાયાબાઈ છે. સ્કૂલનો અભિયાસ પુરો કરીને તેઓ વૃંદાવન ગયા હતા. વૃંદાવનમાં તેમણે પુરાણો, વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. હાલમાં તેઓ વૃંદાવન ખાતે રહે છે અને વૃંદાવનમાં ગૌરી આશ્રમના સ્થાપક છે. ખોરાકનું વિતરણ, પ્રાણીઓના કલ્યાણ અને વૃધ્ધોની સંભાળ રાખવા જેવી સામાજિક સેવાઓ આ આશ્રમ પૂરી પાડે છે.

આજના સૌથી પ્રખ્યાત સંતો અને કથાકારોમાંના અનિરુદ્ધાચાર્ય એક છે. તેઓ ધાર્મિક પ્રવચનોના પાઠ અને ભાગવત કથા માટે જાણીતા છે. તેમની પત્ની, આરતી તિવારી, બે પુત્રોના પિતા છે. તેમની પત્ની એક ભજન ગાયિકા છે જે તેમના આધ્યાત્મિક કાર્યોમાં તેમની સાથે રહે છે અને તેમના સામાજિક કાર્યમાં પણ તેમને ટેકો આપે છે. ભક્તો અનિરુદ્ધાચાર્ય મહારાજની પત્નીને “ગુરુ મા” તરીકે ઓળખે છે.

વાર્તાકાર અનિરુદ્ધાચાર્ય ઘણી વખત વિવાદોમાં ફસાયેલા છે

અનિરુદ્ધાચાર્ય અગાઉ પણ ઘણીવાર ચર્ચા અને વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. એટલું જ નહી ઘણી વખત સોશિયલ મીડિયા પર મજાકનો વિષય પણ બન્યા છે. એકવખતે તેમણે ઓસ્ટ્રેલિયાની સરખામણી રામાયણ સાથે કરી હતી.તેને શસ્ત્ર ગણાવ્યું હતું ઉપરાંત તેના માટે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. તે સિવાય તેમણે બિસ્કિટને ઝેરનો કીટ ગણાવ્યો હતો.

જો કે, આ મામલામાં, તેમણે બિસ્કિટના લોટ, ખાંડ અને તેલને હાનિકારક ગણાવ્યા હતા. લિવ-ઇન રિલેશનશિપ પરની તેમની ટિપ્પણીઓ માટે પણ તેઓ ટીકા હેઠળ આવ્યા હતા. બંધારણ અને ગીતા વચ્ચે પસંદગી કરવા અંગે એક પોડકાસ્ટમાં, અનિરુદ્ધાચાર્યએ દલીલ કરી હતી. તેનાથી પણ વિવાદ થયો હતો.મહિલાઓ અંગે કરેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે કોર્ટ કેસ થયો છે. સોશિયલ મીડિયા પર મહિલાઓ વિશેની અપમાનજનક ટિપ્પણી કરતો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આજકાલ, દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થઈ જાય છે, અને ત્યાં સુધીમાં, તેમના લગ્ન ઘણી જગ્યાએ થઈ ચૂક્યા છે, એમ તેમણે કહ્યું હતું. આ નિવેદનથી ભારે વિરોધ થયો હતો, અને હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લોકોએ આ વિવાદાસ્પદ ટિપ્પણીને મહિલાઓનું અપમાનજનક ગણાવી અને તેનો વિરોધ કર્યો હતો. જોકે વિવાદ બાદ, અનિરુદ્ધાચાર્યે સ્પષ્ટતા કરી કે તેઓ મહિલાઓનું સન્માન કરે છે અને તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે, અને કોર્ટ કેસ આગળ વધારશે. આગામી સુનાવણી જાન્યુઆરી 2026 માં થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વીરપુર ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ખોડિયાર માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાથ જોડી માફી માંગી, જુઓ શું કહ્યું?

આ પણ વાંચો: યોગગુરુ બાબા રામદેવે મહિલાઓના કપડા મામલે કરી વિવાદાસ્પદ ટિપ્પણી