Devbhoomi Dwarka News/ દેવભૂમિ દ્વારકામાં ‘મહાકાલ ગેંગ’ના 7 શખ્સો વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી

DYSP દ્વારકા વિભાગ દ્વારા આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે

Gujarat Others

Devbhoomi Dwarka News : ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં સક્રિય થયેલી ‘મહાકાલ ગેંગ’ વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરીને તેમને 14 ઓક્ટોબર, 2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

આ ગેંગ પર અપહરણ, ખંડણી વસૂલવી, ઊંચા વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી માટે ધમકીઓ આપવી અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવીને મીઠાપુર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ છે. તાજેતરમાં, ગેંગના સભ્યોએ એક અનુસૂચિત જાતિની મહિલા અને તેના પરિવારજનોને જાતિવાચક શબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ પણ નોંધાઈ છે.

આ ટોળકી એક સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ (Organised Crime Syndicate) ચલાવી રહી હોવાનું અને સતત ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. લોકો આ ગેંગના ડરને કારણે ફરિયાદ કરવાથી ડરતા હતા. આ સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે, દેવભૂમિ દ્વારકા પોલીસે આખરે તા. 7.10.2025ના રોજ ગુજસીટોક એક્ટની વિવિધ કલમો હેઠળ આ ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી થનાર આ ત્રીજી ગેંગ છે.

DYSP દ્વારકા વિભાગ દ્વારા આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓમાં કિશનભા ભાવુભા માણેક(જોધાણી), મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર, કરણભા જેઠાભા કારા, ઉમેશભા અજુભા માણેક, કનૈયાભાઇ ઉર્ફે કાનો સામરાભાઇ હાથીયા, એભાભા વીરાભા સુમણીયા અને દિપુભા વીરાભા સુમણીયાનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો

આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો

આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ