Surat News/ ફરી ખાખી પર લાગ્યો ડાઘ, સુરતમાં પોલીસ કર્મચારીઓ પર લાગ્યા ગંભીર આક્ષેપ

ફ્રી જમવાનું ન આપતા લારી બંધ કરાવી દેવાની ધમકી

Gujarat Surat

Surat News : સુરત પોલીસ ફરી વિવાદમાં સપડાઈ છે. જેમાં પોલીસ કર્મચારીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ ખાણી-પીણીની લારી ચલાવતી મહિલા દ્વારા મુકવામાં આવ્યો છે. સારોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર એક મહિલાએ આરોપ મુક્યો છે કે તેણે ફ્રી જમવાનું ન આપતા તેની લારી બંધ કરાવી દેવાની તેને ધમકી આપવામાં આવી.. મહિલાએ આક્ષેપ કર્યો કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો..

મહિલાએ પોલીસ કર્મચારીનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે..વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં ફૂડ સ્ટોલ ધરાવતી મહિલા પીસીઆર વાનમાં બેઠેલા પોલીસ કર્મીને વિનંતી કરી રહી છે કે તે તેમને ફૂડ આપશે પણ તેને લારી બંધ કરાવવાની ધમકી ન આપવી જોઇએ.

.મહિલા કહે છે કે મહેનતનું કમાઇને હું ખઉં છે તે કહે છે કે બધાની લારી 11 વાગ્યે બંધ કરાવો તો હું પણ 11 વાગ્યે બંધ કરી દઇશ.દરમ્યાન મહિલા દાદા કહીને એક પોલીસ કર્મીને સંબોધી રહી હોય છે અને તેણે ( પોલીસ કર્મીએ) દારૂ પીધેલો હોવાનું જણાવી રહી છે. અને સાથેજ તે પોલીસ કર્મીને તેમના પોલીસ સ્ટેશનનું નામ આપવા પણ કહે છે.. બીજી તરફ પોલીસકર્મીઓ મહિલાનો આક્રમક મિજાજ ભાળીને કે પછી વીડિયો ઉતરતો હોય તે જોઇને કારણ ગમે તે હોય પરંતુ મહિલાને શાંત પાડતા જોવા મળી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા, વિદ્યાર્થીઓમાં ઉભી થઇ મૂંઝવણ

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર! યુનિ.માં દારૂની પાર્ટી કરવા બદલ વિદ્યાર્થી પોલીસના ઝબ્બે

આ પણ વાંચો:વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ