Surat News/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર! યુનિ.માં દારૂની પાર્ટી કરવા બદલ વિદ્યાર્થી પોલીસના ઝબ્બે

સુરત પોલીસે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ગતિવિધિ પર સતત વૉચ રાખી હતી.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં (Surat) શિક્ષણ સંસ્થામાં દારૂની પાર્ટી (Liquor) (Party) થતી હોવાનો અહેવાલ 18 ડિસેમ્બરે મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો.  અહેવાલ પ્રસારિત થયા બાદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સક્રિય થયા હતા. હોસ્ટેલમાં આ અંગે વૉચ પણ રાખવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટની રાત્રે જ હોસ્ટેલમાં દારુ પાર્ટી થઇ હોવાનો ધડાકો થયો છે.

સુરત પોલીસે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ગતિવિધિ પર સતત વૉચ રાખી હતી. યુનિવર્સિટીના કુલપતિ પણ એક્ટિવ થયા હતા. થર્ટી ફર્સ્ટની પાર્ટી પર પોલીસે ચાંપતી નજર રાખી હતી. જેમાં વિદ્યાર્થીઓએ દારૂના પેગ બનાવી ‘ચિયર્સ’ની બૂમો પાડતા જોવા મળ્યા હતા. સતત વોચ રાખી રહેલ VNSGUના રજિસ્ટ્રારે રેડ કરી હતી. 4 જેટલા વિદ્યાર્થીને વોર્ડને મુખ્ય ગેટથી ભાગવા દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જેમાં એક વિદ્યાર્થી હોસ્ટેલના પહેલા માળેથી કૂદીને ભાગ્યો હતો, 6 વિદ્યાર્થીની મહેફિલમાંથી માત્ર 1 પકડાયો છે, જ્યારે 5 નાસી છુટ્યાં છે. પકડાયેલા વિદ્યાર્થીની કુલસચિવે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કુલસચિવને ભાગેલા યુવકોના નામ મળ્યાં છે. ઝડપાયેલા વિદ્યાર્થીને પોલીસને હવાલે કરાયો હતો. હોસ્ટેલની રૂમમાંથી દારૂની બોટલ, દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ કરી હતી જેમાં બાઇટિંગ, નોન-વેજ, ઇ-સિગારેટ અને ડિફાઇન સિગારેટના પેકેટ મળી આવ્યા છે.

અભિજિત, ઇન્દ્રજિત, મનોજ તિવારી, નીરજ નામના યુવકો અને અન્ય બે યુવકો પાર્ટી કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.  4 વિદ્યાર્થી ગેટથી જતા CCTV કેમેરામાં કેદ થયા હતા. પાર્ટી કરનારા 6 પૈકી બે યુવક યુનિવર્સિટી બહારના હતા. સમગ્ર મામલે 4 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. હોસ્ટેલમાં ગેરકાયદે પ્રવૃતિ થવા બદલ વોર્ડનને યુનિવર્સિટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેદીઓ માટે દારૂની પાર્ટી યોજવા માટે ફરી બદનામ થઇ ખાખી

આ પણ વાંચો:બ્રિટિશ કબ્રસ્તાન નસેડીઓનો અડ્ડો બન્યો, ખુલ્લેઆમ થઈ રહી છે દારૂની પાર્ટીઓ!

આ પણ વાંચો:રાજકોટ હોટલ નોવા ગ્રુપની 31st પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સનો વીડિયો થયો વાયરલ