Surat News : સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ અમરોલીમાં આપેલા એક પ્રવચને ભારે વિવાદ જગાવ્યો છે. તેમના પ્રવચનમાં, તેમણે જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચેના સંબંધો વિશે કેટલાક વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વીરપુરનું અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે, અને જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની લાંબા સમય સુધી સેવા કરી હતી, અને તેમને દાળ-બાટીનો પ્રસાદ પણ ખવડાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ નિવેદનોએ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જગાવ્યો હતો.
જલારામ બાપાના ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનોને જલારામ બાપાનું અપમાન ગણાવ્યું હતું. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીની જાહેરમાં માફીની માંગ કરી હતી. વિવાદ વધતાં, જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે માફી માંગી હતી, અને તેમનો માફી માંગતો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી અને સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
@ RABIYA SALEH
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
