Surendranagar News/ ’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગૃહમાં કહ્યું કે, ’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે.

Top Stories Gujarat Others

Surendranagar News : રાજ્યના વિધાનસભા ગૃહમાં આજે 03જી માર્ચે સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જવાબ આપતા જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં 49 ગામોને સિંચાઈ માટે ‘સૌની યોજના’ થકી નર્મદાનું પાણી આગામી સમયમાં પૂરુ પાડવામાં આવશે તેમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-30 વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના વહી જતા નીરને ‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ‘જે બોલે છે તે કરે છે’ તે મંત્રને ચરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે,આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય હળવદના 11 ગામોને પણ આ યોજના હેઠળ પાણી આપવા માટે રૂ. 41 કરોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે‌, આમ કુલ 49 ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે, તેમ‌ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

મંત્રી કુંવરજી બાવળિયાએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ સિવાય સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂર કરીને તેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં આ વિસ્તારના 44 ગામોને સૌની યોજના હેઠળ પાણી મળી રહે તે માટે અગાઉ શરૂ કરાયેલી રૂ. 265 કરોડની યોજના અંતિમ તબક્કામાં છે, જેના પરિણામે અંદાજે 2707 હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે તેમ, મંત્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં કનેવાલ તળાવની કામગીરી માટે રૂપિયા 79 કરોડની ફાળવણી

આ પણ વાંચો: જામનગરમાં મકાનોમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો: અંકલેશ્વરમાં રોંગ સાઈડે આવતા ટેમ્પા ચાલકે બાઈક સવારને લીધો અડફેટે, જુઓ CCTV