Surat News/ મહિલા પોલીસે એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા

સુરત પોલીસની મહિલા લોકરક્ષકે વર્લ્ડ રો પાવર લીફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત એશિયા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે.

Gujarat Surat

Surat News : સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષક કાજલબેન વીરાભાઈ દયાતરે વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી, 2025 દરમિયાન આયોજિત ઓપન એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ચાર (4) ગોલ્ડ મેડલ જીતીને સુરત પોલીસનું ગૌરવ વધાર્યું છે.

વર્લ્ડ રો પાવર લીફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત શહેર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તારીખ 21/02/2025 થી 23/02/2025 દરમિયાન યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા મહિલા લોકરક્ષક કાજલ બેન વીરાભાઈ દયાતર નાઓ એ તેમના કોચ પ્રશાંત પિલ્લાઈ સરના માર્ગ દર્શન હેઠળ ટ્રેનીંગ લઇ 90+ ઓપન વેઇટ કેટેગરીમાં ફૂલ પાવર લીફ્ટિંગમાં 1 ગોલ્ડ મેડલ, બેન્ચ પ્રેસમાં 1 ગોલ્ડ મેડલ, ડેડલીફ્ટમાં 1 ગોલ્ડ મેડલ અને પુશ પુલમાં 1 ગોલ્ડ મેડલ મળીને ફૂલ 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

કાજલબેને 90+ ઓપન વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો અને ફૂલ પાવર લિફ્ટિંગમાં એક ગોલ્ડ મેડલ, બેન્ચ પ્રેસમાં એક ગોલ્ડ મેડલ, ડેડલિફ્ટમાં એક ગોલ્ડ મેડલ અને પુશ પુલમાં એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. કાજલબેને આ સિદ્ધિ તેમના કોચ પ્રશાંત પિલ્લાઈના માર્ગદર્શન હેઠળ મેળવી છે.

કાજલબેનની આ સિદ્ધિ બદલ સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી હતી. કાજલબેને જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ આ જ રીતે દેશ અને પોલીસનું નામ રોશન કરતા રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ