Khyati Hospital Scam/ મુંબઇના બિલ્ડર સાથે કાર્તિક પટેલે 51 લાખની છેતરપિંડી કરી

મુંબઈના ઘોડબંદરમાં રહેતા નારાયણ દેસાઈ મહાલક્ષ્મી ડેવલપર્સના નામથી કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા બિલ્ડરને પણ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે લાખોમાં નવરાવી દીધો હતો.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: મુંબઈના ઘોડબંદરમાં રહેતા નારાયણ દેસાઈ મહાલક્ષ્મી ડેવલપર્સના નામથી કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા બિલ્ડરને પણ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે લાખોમાં નવરાવી દીધો હતો. નારાયણ દેસાઈને ધંધા અર્થે અમદાવાદના ખ્યાતી રોયલ્ટર્સના માલિક કાર્તિક પટેલ સાથે સંપર્ક થયો હતો.

કાર્તિક પટેલે ગુજરાતમાં તેમને સસ્તામાં જમીન અપાવવાનું કહીને રૂ.51 લાખ રોકડા અને રૂ.૧૦ લાખનો ચેક લીધો હતો. જે બાદ કાર્તિક પટેલે એક જમીનના કાગળો નારાયકા દેસાઈને અને ઈમેલ મારફતે મોકલી આપ્યા હતા. જેમાં જમીનના કાગળો મેચ કરાવતા તેમાં અનેક ખામીઓ સામે આવી હતી.

આથી નારાયણ દેસાઈએ જમીનના મૂળ માલિકનો સંપર્ક કરતા તેણે કહ્યું, આ જમીન મારી છે અને તેને વેચવાનો હક પણ મારો છે હું કાર્તિક પટેલને જાણતો નથી. જેનાપગલે નારાયણ દેસાઈએ કાર્તિક પટેલને જાવા કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. 31 જાન્યુઆરી 2014માં નારાયણ, તેમનો પુત્ર વિજય પંચાલ ત્રણેય તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ત્યાં ત્યાં આવીને નારાયણ શેઠ કીન હૈ કહીને હમ કો કાર્તિક શેઠને બેજા હૈ. આપકો પૈસા કા કયા મામલા હૈ વહ સબ ખતમ કરનેકા ઔર આજક બાદ કાર્તિક શેઠ કે પાસ પૈસા માંગનેકા નહી જો માંગા તો જાન સે હાથ ધોના પડેગા કહીને સાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ અંગે નારાયણે મુંબઈ પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ વિરૂદ્ધમાં કરિયાદ નોંધાવી હતી પરંતુ આજ દિવસ સુધી તેની ધરપકડ થઈ નથી.

ઓસ્ટ્રેલિયા જવા માટે પણ તપાસ અધિકારી એમ્બેસીમાં જાણ કરીને પરમિશન માંગશે
દિવાળીના તહેવારો હોવાથી ડો.કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ખાતે વેકેશન માણવા માટે ગયા છે .તેઓ ૨૧ નવેમ્બરે પરત અમદાવાદ આવવાના હતા. બીજી તરફ તેમની જ હોસ્પિટલમાં બે દદીના મોત થઈને મહાકીભાડ ખુલી જતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ત્રણ ફરિયાદો નોંધાઇ છે. જો કાર્તિક પટેલ ધરપકડથી બરાવા માટે ઓસ્ટ્રેલિયામાં રહેશે અને તા ૨૧ નવેમ્બરે પરત અમદાવાદ નહીં આવે તો પોલીસ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરશે આ ઉપરાંત આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવા ઓસ્ટ્રેલિયા જવા માટે પણ તપાસ અધિકારી એમ્બેસીમાં જાણ કરીને પરમિશન માંગશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખ્યાતિના માલિક કાર્તિક પટેલ છે કૌભાંડી, પ્લોટની સ્કીમ કરી કરોડોનું કરી નાખ્યું

આ પણ વાંચો: ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટીના ‘ઓપરેશન’ સ્કેમમાં મિલન પટેલના સ્વરૂપમાં ફૂટ્યો નવો ફણગો

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોર્ટે ડૉ. પ્રશાંતના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર