Jamnagar News/ જામનગરમાં મકાનોમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

રોકડ રકમ મળી કુલ કિ.રૂ. 521500ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.

Top Stories Gujarat

Jamnagar News: જામનગર (Jamnagar) શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂપિયાની માલમત્તાની ચોરીનો (Theft) ભેદ ઉકેલવામાં LCBની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ચોરાઉ માલમતા સાથે એક તસ્કરને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે તેના ફરાર થઈ ગયેલા અન્ય એક સાગરીતની શોધખોળ ચલાવાઇ રહી છે.

આ બનાવની હકીકત એવી છે કે, ગત તા.20.02.2025 ના રાત્રી દરમ્યાન પ્રફુલભાઇ રમણીકભાઈ ચૌહાણ (રહે. દિવ્યમપાર્ક, ખોડીયાર કોલોની જામનગર) ના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનો નકુચો તોડી મકાન માથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ. 521500ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.

તેમજ તા.૨૪.૧૦.૨૦૨૪ ના રાત્રી દરમ્યાન માયાબેન રામજીભાઇ ચંદ્રા (રહે, હીયડા રોડ,સેનાનગર જામનગર) ના બંધ મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાન માથી, સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ ૩,૯૨,૫૦૦ ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી. રાત્રી દરમ્યાન રાકેશભાઇ રામાશંકરભાઈ સિંધ (રહે.ઢીચડા રોડ,સેનાનગર જામનગર) ના બંધ રહેણાક મકાનમાં કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ ૩૦,૫૦૦ ની ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ. લગારીયા તેમજ પો.સ.ઈ..પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કોટેલીયાની શાહવાડી હેઠળ એલસીબી ની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ઉપરોક્ત ત્રણેય ચોરીનો ઉકેલી નાખ્યા છે અને એક તસ્કરની અટકાયત કરી લીધી છે.

એલ.સી.બી.ની ટીમ ધ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવી હતી, અને સી.સી ટીવી ફુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરી ઉપરોક્ત ત્રણેય ઘરફોડ ચોરીમા સંડોવાયેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સેના નગરમાં રહેતા જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી

આ ઉપરાંત તેની સાથે ચોરીમાં સંડોવાયેલો મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ ડિફેન્સ કોલોનીમાં રહેતો સંદિપ મોતીલાલ રાઠોડ કે જે ભાગી છુટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી પોલીસ દ્વારા શોધખોળ ચલાવવા આવી રહી છે એલસીબીની ટીમની કુનેહ પૂર્વકની કામગીરીને લઈને ઉપરોક્ત ત્રણેય ચોરીઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. બંને તસ્કરો દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરીને રાત્રે ચોરીને અંજામ આપતા હતા.

પોલીસે પકડેલા એક આરોપી કે જેણે પૂછપરછ દરમિયાન એવો ખુલાસો કર્યો છે કે બંને તસ્કરો સાથે મળીને દિવસ દરમિયાન રેકી કરતા અને ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનને નિશાન બનાવતા હતા. જે આરોપીઓએ દિવસ દરમ્યાન ઉપરોક્ત ત્રણેય બંધ રહેણાક મકાન ની રેકી કરી, ત્યારબાદ રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડી, તેમજ દરવાજા તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ચોરીના લાખોના મુદ્દામાલ સાથે બે વોન્ટેડ આરોપી ઝડપાયા

આ પણ વાંચો:પાટણમાં લાખો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ! 2 લોકો વિરૂદ્ધ સામે નોંધાયો ગુનો

આ પણ વાંચો:ગેરકાયદે ખનીજ ચોરી પર તંત્રનો સપાટો, 3.20 કરોડનો મુદ્દા માલ કરાયો જપ્ત