Bhavnagar News/ ભાવનગરમાં ચોરીના લાખોના મુદ્દામાલ સાથે બે વોન્ટેડ આરોપી ઝડપાયા

નારી અને વરતેજ વિસ્તારમાં આપ્યો હતો ચોરીને અંજામ

Top Stories Gujarat Breaking News

Bhavnagar News : ભાવનગર LCB પોલીસને મળી મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે રૂ. 8.60 લાખના મુદ્દામાલ સાથે 2 વોન્ટેડ આરોપીને ઝડપી લીધા છે. આ બન્ને આરોપીએ નારી અને વરતેજ વિસ્તારમાં ચોરી કરી હતી જેમાં બન્ને આરોપી ફરાર હતા.

તે સિવાય આરોપીઓ ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં આદિલ ઉર્ફે તપેલી અને મહેબુબ ઉર્ફે દિકુનો સમાવેશ થાય છે. આદિલ ઉર્ફે તપેલી વિરૂધ્ધ ચોરીના 15થી વધુ ગુના નોંધાયેલા છે.

જ્યારે મહેબુબ ઉર્ફે દિકુ પર ભાવનગર શહેરમાં પાંચ ગુના નોંધાયેલા છે. આરોપીઓ પાસેથી બર્ગમેન સ્કુટર, સોના-ચાંદીના દાગીના સહિત રોકડ જપ્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

આ પણ વાંચો: પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત