Gujarat Weather/ હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત

આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.

Top Stories Gujarat

Gujarat Weather News: ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. આગામી થોડા કલાકોમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી વધશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું.

IMD warns 'severe' heatwave will persist as parts of Delhi burn in 46°C; rain likely in 3-4 days | See full forecast | Today News

ગુજરાતમાં હાલમાં બેવડું હવામાન પ્રવર્તી રહ્યું છે. જેમાં સવારથી સાંજ સુધી તાપમાન વધે છે, જ્યારે સાંજ પછી તાપમાન ઘટે છે. તે સમયે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 7 માર્ચ પછી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી હતી. જેમાં રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું અને રાજકોટમાં તે 35 ડિગ્રીને પાર થયું હતું. તે સમયે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગામી અઠવાડિયામાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી હતી.

Heatwave Update: 10 hottest cities in India | Latest News India - Hindustan  Times

હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવાર સુધીમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે અને ત્યારબાદ આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે તાપમાન સામાન્યથી ઉપર રહેશે. ગરમી વધવાના સંકેતો સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તાપમાન આ વર્ષનો રેકોર્ડ તોડી નાખશે. હવામાન વિભાગે શનિવારે 7 દિવસની આગાહી જારી કરી હતી, જેમાં તેણે ગરમી, ઠંડી કે હિમ અંગે કોઈ ચેતવણી આપી ન હતી. પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે તેમની આગાહીમાં કહ્યું છે કે માર્ચમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. આના કારણે પર્યાવરણમાં પણ પરિવર્તન આવશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Indian Weather Update: Heatwave scorches north India as mercury touches 46  degrees; respite soon? | India News - Business Standard

ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા તેની આસપાસ રહેવાની શક્યતા છે. એપ્રિલમાં પણ ચક્રવાત અને ગરમીની શક્યતા છે. તેમના મતે પવનની ગતિ સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ છે. પવનની ગતિ એક અઠવાડિયા સુધી આ જ ગતિએ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે. તેનો અર્થ એ કે પવનની દિશા અને ગતિ સામાન્યની નજીક રહેવાની શક્યતા છે. તાપમાન અંગે તેમણે કહ્યું કે ખેડૂતોએ 15 માર્ચ સુધીમાં ઉનાળુ પાક વાવી લેવો જોઈએ. આ પછી વાવણી ન કરવી જોઈએ.

weather forecast and warning by IMD | India News - News9live

ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનું મોજું ચાલુ રહેશે કારણ કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચું રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગરમીના મોજાની અસરને કારણે તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે.

Common summer diseases | Our blood tests are done in a fully automated labs in Chennai, Bangalore, Hyderabad & Cochin. Get a Accurate reports at affordable cost.

ગરમીનો પારો વધતા અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. એક અઠવાડિયામાં 13,130 ઓપીડી (OPD) કેસ નોંધાયા છે. 246 દર્દીઓમાંથી 3 મેલેરિયા, 27 ઝાડા-ઊલટી, 1 ડેન્ગયૂનો કેસ નોંધાયો છે. ગરમીના કારણે પાણીજન્ય રોગ વધવાની શક્યતાઓ વધતી દેખાઈ રહી છે. ગરમીમાં તબીબો વધુ પાણી પીવાની તેમજ સુતરાઉ કપડાં પહેરવાનું સૂચન કરી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન

આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો

આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની