Ahmedabad News: ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલ ત્રાટકતા મધ્યપૂર્વમાં જતી મોટાભાગની ફ્લાઇટ કેન્સલ થઈ છે. તેના કારણે અમદાવાદ અને યુએઈની લગભગ બધી જ ફ્લાઇટ રદ થઈ છે. યુએઈની એરસ્પેસ બંધ હોવાથી તમામ ફ્લાઇટ રદ થઈ છે. આના કારણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાણે સન્નાટો છવાઈ ગયો છે.
આ યુદ્ધના પગલે એર ઇન્ડિયાની બધી ફ્લાઇટ (Flight) રદ કરવામાં આવી છે. આ ઉપરાંત યુરોપની પણ કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. યુએઈ ઉપરાંત સાઉદી અરેબિયાની ફ્લાઇટ (Flight) પણ રદ કરવામાં આવી છે. તેની સાથે કતાર અને ઇઝરાયેલની પણ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આમ મધ્યપૂર્વની એકપણ ફ્લાઇટ ઉપડતી નથી નથી. તેના કારણે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના ધમધમતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૂમસામ ભાસે છે. હાલમાં તો અહીં ફ્લાઇટના બદલે કાગડા ઉડતા હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુરોપની ફ્લાઇટો પણ રદ થવાના કારણે સ્થિતિ વધુ વકરી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે આ યુદ્ધ કમસેકમ એક મહિના જેટલો સમય તો ચાલશે. આ જોતાં મધ્યપૂર્વનો ભડકો સતત ચાલુ રહી શકે છે. તેના કારણે એરલાઇન ઉદ્યોગની પણ માઠી દશા બેઠી શકે છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો એરલાઇન ઉદ્યોગ માટે કમાઉ દીકરો મનાય છે. તેમાથી જેટલી કમાણી થાય તેટલી સ્થાનિક સ્તરે થતી નથી. આ સંજોગોમાં એક મહિના સુધી ધ્યપૂર્વના એરસ્પેસ બંધ રહ્યા તો ભારતના એરલાઇન ઉદ્યોગને મોટો ફટકો પડી શકે તેમ છે. એર ઇન્ડિયાએ તેની મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા
આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો
આ પણ વાંચો: Rajkot News/ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા
