Surat News: સુરત(Surat)માં મહિલા સશક્તિકરણ(Woman Empowerment)ને લઈ સુરત મહાનગરપાલિકાએ અનોખો પ્રયત્ન કર્યો છે. મહિલા સમાનતાના ભાગરૂપે સુરતમાં દેશની પ્રથમ લેબ બનશે. માત્ર મહિલાઓના પરિવહન (Transport) સંબંધિત મુદ્દાઓ પર કામ કરવામાં આવશે.

સુરતમાં મહિલા સશક્તિકરણને લઈ મહાનગરપાલિકાએ અનોખો પ્રયત્ન કર્યો છે. મહિલા સમાનતાના ભાગરૂપે સુરતમાં મહિલાઓના પરિવહન સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માટે દેશની પ્રથમ લેબ સ્થાપિત કરવામાં આવશે. નેધરલેન્ડની GIZ-ઈન્ડિયા સાથે સુરત મનપાએ MOU કર્યા છે. પાલિકાની ડેડિકેટેડ ટીમ તથા જેન્ડર લેબની ટીમ ખડેપગે રહેશે. લેબની ટીમ મહિલાઓની ટ્રાવેલ પેટર્નનો સઘન અભ્યાસ કરશે.

ખાનગી વાહનોમાં તથા પાલિકાની બસ સેવાનો અભ્યાસ કરવામાં આવશે. મહિલાઓનું કયા રૂટ પર વધુ ટ્રાવેલ કરવાનું હોય છે, બસમાં કેવી મુશ્કેલી નડે છે, મહિલાઓ માટે કયા સમયે, કયા રૂટની બસ વધુ ઉપયોગી બની શકે છે. આ તમામ બાબતોનો જેન્ડર લેબની ટીમ સઘન સર્વે કરશે. સર્વે અને અભ્યાસના આ ડેટા પરથી મહિલા કેન્દ્રિત માળખું ઊભું કરાશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન
આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની
