VADODRA NEWS/ વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નમાં પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો ? દારૂ પીરસતો વીડિયો વાઈરલ થતા પોલીસ તપાસ શરૂ

વીડિયો પ્રમાણે ચાર જેટલા ઈસમો મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા હોવાનાં દૃશ્યો કેદ થયાં છે

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodra News : વડોદરામાં એક સામાજિક પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. આ વીડિયો કયા સ્થળનો છે એની ઓળખ થઈ શકી ન હોવાનું પોલીસનું કહેવું છે.જોકે પોલીસે અલગ અલગ ટીમો આ બાબતની તપાસ માટે લગાડવામાં આવી છે.  તો બીજી તરફ માંજલપુર વિસ્તારમાં એક બિલ્ડરના પુત્રના લગ્નમાં આ દારૂની પાર્ટી થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હાલ તો પોલીસે વાઇરલ થયેલા વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરીને મામલાના મૂળ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.શહેરના માંજલપુરમાં બિલ્ડર પુત્રના આયોજિત લગ્નપ્રસંગ માટે બુક કરાવવામા આવેલા પાર્ટી પ્લોટ બારમાં ફેરવાઇ ગયો હોવાની ચર્ચા છે. પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્નપ્રસંગમાં રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસવામાં આવ્યો હતો, જેમાં સ્કોચ વિસ્કીની બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ છે, જોકે પોલીસે હજી સુધી કોઈ સ્થળની ઓળખ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો.

આ વીડિયો પ્રમાણે ચાર જેટલા ઈસમો મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા હોવાનાં દૃશ્યો કેદ થયાં છે. જેમાં વિદેશી દારૂની 20 જેટલી બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી રહી છે. આ અંગે DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયો કઇ જગ્યાનો, ક્યારનો બનાવ છે, ક્યાંનો બનાવ છે, એ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતની તપાસ માટે એલસીબી, પોલીસ સ્ટેશન તથા અન્ય જવાનોને કામે લગાડવા ટીમ બનાવવામાં આવી છે. વાઈરલ થયેલો વીડિયો જોતાં જગ્યાનો અંદાજો લગાડી શકાયો નથી,  પોલીસ વીડિયો ક્યાંનો છે  એ બાબતે તપાસ કરી રહી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે તપાસ માટે સીસીટીવી મેળવવામાં આવશે. જેને આધારે માહિતી મેળવવામાં આવશે. પ્રાથમિક દૃષ્ટિએ કઇ બ્રાન્ડ અને વસ્તુની બોટલો છે એ સ્પષ્ટ થતું નથી. એ જગ્યાએ જઇશું અને મુદ્દામાલ મળશે ત્યારે ખબર પડશે. સંભવિત જગ્યાઓ પર ટીમો મોકલી રહ્યા છીએ, એમ તેમણે વધુમાં કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં હીરાના વેપારી સાથે છેતરપીંડી કરનારો ઝડપાયો

આ પણ વાંચો: ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

આ પણ વાંચો: માણેકચોકના વેપારીઓ પાસેથી ૩ કરોડનું સોનું ચાંદી મંગાવી આચરી છેતરપીંડી