Gujarat News/ ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી

Top Stories Gujarat

Gujarat News : શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની ટીમે ધરપકડ કરી છે.મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે.

તાજેતરમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને નિયંત્રણમાં લાવવા તથા આ સાયબર ક્રાઇમ કરતી ગેંગને શોધી કાઢવા સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિદેશક ડૉ રાજકુમાર પાંડીયને આપેલી સૂચના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક સંજય ખરાત તથાપોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધિક્ષક ભરતસંગ ટાંકના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે.

દરમિયાન ૧૯૩૦ હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે. જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીઆ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું અને મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી જેમા મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યો હતો.

જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા ‘College Fees Fraud’ એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદમોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું. લોકેશન મધ્યપ્રદેશના અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા(રહે.વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી સઘન પુછપરછ શરૂ કરી છે.

તેની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરતો હતોઅને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે ૧૦૦થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરી છે. આરોપી હાલ રીમાન્ડ હેઠળ છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. આરોપી પાસેથી  બે મોબાઈલ ફોન, 2 ચેકબુક, 11 સીમકાર્કડ, 2 પાસબુક અને 12 ડેબિટ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ

આ પણ વાંચો:વલસાડમાં કોલેજ સ્ટુડન્ટ પર રેપ-મર્ડરના કેસમાં પોલીસની અનેક ટીમ કામે લાગી

આ પણ વાંચો:વલસાડમાં ટ્યુશન જવા નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીની લાશ મળી આવી