Thailand News/ થાઇલેન્ડમાં માસ ફાયરિંગ: 22 બાળકો સહિત 34ના મોત

એક પૂર્વ પોલીસ અધિકારીએ ડે-કેર સેન્ટરમાં ઘૂસી અંધાધૂંધ Firing કર્યું હતું

Top Stories World
Firing

Thailand News : થાઇલેન્ડમાં બનેલી બે અલગ-અલગ ગોળીબાર (Firing) ની ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ખાસ કરીને એક ડે-કેર સેન્ટરમાં થયેલા હુમલાને દેશના ઈતિહાસની સૌથી ભયાનક સામૂહિક ગોળીબાર (Firing) ઘટના તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટનામાં 22 બાળકો સહિત 34 લોકોના મોત નીપજ્યા છે.

ડે-કેર સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ(Firing)

માહિતી મુજબ, એક પૂર્વ પોલીસ અધિકારીએ ડે-કેર સેન્ટરમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા, જેમાં 22 નિર્દોષ બાળકો અને 12 પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને દેશના ઈતિહાસની સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર (Firing) ગણાવી છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું માહોલ ઊભું કર્યો છે. મૃતકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ તેજ બની છે.

હાટ યાઇમાં બીજી ગોળીબારની ઘટના

આ સાથે જ દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ વિસ્તારમાં બીજી એક ઘટના સામે આવી હતી. અહીં 18 વર્ષીય યુવકે એક શાળામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મહિલા કર્મચારીને બંધક બનાવવામાં આવી હતી. જોકે, પોલીસ દ્વારા સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.

તપાસ ચાલુ

પોલીસ અને સંબંધિત એજન્સીઓ બંને ઘટનાઓની તપાસ કરી રહી છે. ખાસ કરીને ડે-કેર સેન્ટરના હુમલા પાછળનો હેતુ જાણવા માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દુર્ઘટનાઓએ થાઇલેન્ડમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે.


આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબાર, જોહાનિસબર્ગ નજીક 10 લોકોના મોત, 10 ઘાયલ