#​​Ahmedabad/ વિરમગામમાં શિવ ક્લિનિકની ઘોર બેદરકારી, બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં સળગાવ્યો

અમદાવાદના વિરમગામમાં શિવ ક્લિનિક દ્વારા બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં સળગાવવાની ઘટના સામે આવી છે. જો કે બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી કે સળગાવી શકાતો નથી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદના વિરમગામમાં શિવ ક્લિનિક દ્વારા બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં સળગાવવાની ઘટના સામે આવી છે. ક્લિનિક દ્વારા ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવતા જીવલેણ રોગો ફેલાવવાનો ભય ઉભો થાય છે.બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નિકાલ કરવાના નિયમોનું ઉલ્લંઘન કરીને, ક્લિનિક દ્વારા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે.

ક્લિનિક દ્વારા ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવતા, આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્લિનિકની બેદરકારી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા ક્લિનિક સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.

અગાઉ પણ, ભાવનગર શહેરના બોરતળાવમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા નગરજનોના સ્વાસ્થ્ય (Health) સાથે જાણીજોઈને ચેડાં કરી રહ્યાં છે. નગરપાલિકાનું કરોડોનું બજેટ હોય છે તેમ છતાં સરખી સફાઈ કરવામાં આવતી નથી, તો બીજી બાજુ ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનમો નિકાલ કરાતા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા લોકોમાં રોષ ભરાયો છે. ભાવનગર શહેરમાં તો ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) દ્વારા મેડિકલ વેસ્ટ બાળવા માટે અદ્યતન સુવિધા રાખવામાં આવી છે તેમ છતાં શહેરમાં જાહેર માર્ગો ઉપર નિકાલ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક ડિસ્પોજેબલ ટેબ, નીડલ, તૂટેલી સિરિંજ, દવા-ઈન્જેકશનના કાચના બલ્બ, ઇન્જેક્શન, ડ્રેસીંગ મટિરિયલ સહિ‌તનો મેડિકલ વેસ્ટ તળાવમાં ફેંકાયો હતો. ભાવનગર શહેરને બોળતળાવમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ બોળતળાવમાં જોવા મળતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંજારમાં ખાનગી હોસ્પિટલોએ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ, ફોટો જોતા તંત્ર દોડતું થયું

આ પણ વાંચો: વેરાવળમાં ST રોડ પર મળી આવ્યો 20 કિલો જૈવિક કચરો

આ પણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલની બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, કોણ જવાબદાર?