Ahmedabad News/ કાંકરિયા બાળવાટિકાના નામમાં ફેરફાર, વિપક્ષ નેતા શહેઝાદખાને કર્યો વિરોધ

અમદાવાદ કાંકરીયા ચાચા નહેરુ બાળવાટિકાનું નામ બદલીને નવું નામ ફન કાર્નિવલ રખાતા વિવાદ વકર્યો. કોંગ્રેસ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે વિરોધ વ્યક્ત કરીને કહ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાનના નામે બાળવાટિકાનું નામ જાણીતું હતું’ ‘કોર્પોરેશને પૂર્વ વડાપ્રધાનનું પણ અપમાન થાય તેવું કામ કર્યું’ .

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના કાંકરિયામાં આવેલી બાળવાટિકાના નામકરણને લઈને વિવાદ સર્જાયો છે. કાંકરિયા બાળવાટિકાનું નામ બદલીને ‘ફન કાર્નિવલ’ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો છે. આ પહેલા આ બાળવાટિકા ‘ચાચા નહેરુ બાળવાટિકા’ નામે ઓળખાતી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બાળવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું નામ બદલી નાખવામાં આવ્યું. કોંગ્રેસના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે આ નામકરણનો વિરોધ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે AMCએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અપમાન કર્યું છે.

શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, “ચાચા નહેરુ બાળવાટિકા નામથી આ બાળવાટિકા જાણીતી હતી. AMCએ નવીનીકરણના નામે નામ બદલીને પૂર્વ વડાપ્રધાનનું અપમાન કર્યું છે. અમે માંગણી કરીએ છીએ કે જૂનું નામ જ યથાવત રાખવામાં આવે.”

આ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા AMC પર ભાજપની રાજનીતિ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ જાણી જોઈને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું નામ ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

@ MEHUL DUDHREJIYA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર