મલ્ટિનેશનલ કંપની પેપ્સીકોએ એફસી ફાઈવ નામની જાતના બટાકા ઉગાડનારા ઉત્તર ગુજરાતના 9 ખેડૂતો સામે એક-એક કરોડનો દાવો માંડ્યો છે. કંપનીએ ઈન્ટેલેક્ચ્યૂઅલ રાઈટના ભંગ બદલ ખેડૂતો સામે વળતરનો દાવો માંડી કેસ કર્યો છે ત્યારે આ વિવાદ વચ્ચે કંપનીએ કોર્ટ બહાર સમાધાનની તૈયારી પણ દર્શાવી છે.
પેપ્સિકોએ સમાધાનની તૈયારી દર્શાવતા કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કંપની તેના પેટન્ટ હક ધરાવતા બિયારણમાંથી બટાકાનું ગેરકાયદેસર ઉત્પાદન કરનાર ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ રીતે સમાધાન કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. પેપ્સિકોએ આ માટે ખેડૂતોને તેના સંયુક્ત ફાર્મિંગ પ્રોગામમાં સહભાગી થવા પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રોગામમાં સહભાગી થવાથી ખેડૂતોને ઊંચી ઉપજ, શ્રેષ્ઠત્તમ ગુણવત્તા સાથે વધુ કિંમતે ઉત્પાદનના વેચાણની સવલત મળશે. જો તેઓ કોઇ કારણોસર આ કાર્યક્રમમાં જોડાવા માટે સમંત નથી તો તેઓ બટાકાની અન્ય જાતોના ઉત્પાદન માટે અમારી સાથે કરાર કરી શકે છે.
PepsiCo: In case, they don't wish to join this program, they can simply sign an agreement & grow other available varieties of potatoes. Company had to take judicial recourse as a last resort to safeguard larger interest of thousands of farmers engaged with its potato farming prog https://t.co/QUourvJ9q6
— ANI (@ANI) April 27, 2019
પેપ્સિકોના ફાર્મિંગ પ્રોગ્રામ સાથે સંકળાયેલા હજારો ખેડૂતોના સમગ્રત હિતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ ખેડૂતો સામે કાનૂની પ્રક્રિયાથી વિમુખ થઇને સમાધાન માટેની તૈયારી દર્શાવી છે. પેપ્સિકો ઇન્ડિયા આ પ્રકારના વિવાદના ત્વરિત ઉકેલ માટે હંમેશા કટિબદ્વ છે અને કૃષિક્ષેત્રે નિર્વિવાદ ખેત ઉત્પાદનોની પ્રેક્ટિસના અમલીકરણના વચનની ખાતરી આપે છે.

