Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ST રોડ પર આશરે 20 કિલો જેટલો જૈવિક કચરો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને કચરાનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા કચરામાં સિરીંજ, ઇન્જેક્શન, આઈસ પેક સહિતની તબીબી વસ્તુઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથના વેરાવળના એસટી રોડ પર જૈવિક કચરો ઠાલવવામાં આવ્યો હોવાની જાણ કલેકટર કચેરીથી થતા નાયબ મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સ્થળ પર પહોચ્યા તો સિરીંજ સેટ, ઇન્જેક્શન આઈસ પેક સહિત અંદાજે 20 થી 25 કિલો જેટલો જૈવિક કચરો મળી આવતા તંત્રએ તપાસ હાથ ધરી છે અને તમામ જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આગામી દિવસોમાં નજીકની હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.નોંધનીય છે કે,ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં ડોક્ટર્સ ખુલ્લેઆમ આ કચરો ફેકે છે જેથી અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય તંત્ર પણ કોઈ નક્કર કામગીરી કરતું તેવો લોકોમાં સુર ઉઠતો જોવા મળી રહ્યો છે.
આ ઘટનાની જાણ થતાં કલેકટર કચેરીથી નાયબ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે નજીકની હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ છે, તેમ છતાં કેટલાક ડોક્ટરો દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની ભીતિ સેવાઈ રહી છે. કલેકટર કચેરીએથી સૂચના થતા તાલુકા હેલ્થ ઓફિસર,મેડિકલ ઓફિસર,નગરપાલિકા અને કલેકટર કચેરીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જૈવિક કચરો કબ્જે કરી કોણે ફેક્યો છે અથવા તો કંઈ હોસ્પિટલમાંથી ફેંકવામાં આવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કાશ્મીરના લોકો ઊંચા દરે વીજળીનું બિલ ચૂકવવા મજબૂર
આ પણ વાંચો: સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે
આ પણ વાંચો: રેતી ખનન પર્યાવરણીય સંકટ બનવાની નજીક, રેતી એ પાણી પછી વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ શોષિત કુદરતી સંસાધન