Bharuch news/ આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત

કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદમાં રહેતા કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું,

Gujarat Top Stories

Bharuch News: ભરૂચ(Bharuch)ના આમોદ(Aamod)ના ઋષભના મૃતદેહનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ઋષભના મૃતદેહને વિમાન દ્વારા તેના વતન પરત લાવવામાં આવ્યો છે.

કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદમાં રહેતા કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, જેનો મૃતદેહ વિમાન દ્વારા તેના વતન પરત લાવવામાં આવ્યો છે. ઋષભ કુમાર રોહિત કુમાર લિંબાચિયાનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં (Road Accident) અવસાન થયું હતું. 15 દિવસ અગાઉ કેનેડામાં બે યુવકો, એક યુવતી સહિત ત્રણનાં અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

જેમાં એક વિદ્યાર્થી આમોદનો છે અને બીજો પંજાબનો છે અને વિદ્યાર્થી અમદાવાદનો છે. કેનેડા(Canada)નાં બ્રેમ્પટનમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો. ધારાસભ્ય દેવ કિશોર સ્વામી અને આમોદ તાલુકાના લોકો મોટી સંખ્યામાં અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર અકસ્માતમાં અમદાવાદના એક વિદ્યાર્થી અને પંજાબના એક વિદ્યાર્થીનું પણ મોત થયું છે. આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્યને પણ ઘટનાની માહિતી મળતાં તાત્કાલિક કલેક્ટરને ફોન કરીને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને આમોદ લાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, જેના પગલે મૃતકને તેના વતન લાવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેનેડામાં રહેતા મૂળ ગુજરાતીનું શંકાસ્પદ મોત, પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો:કેનેડામાં PR ધરાવતા બે ભારતીયોએ કેમ પરત ફરવાનો નિર્ણય લીધો…

આ પણ વાંચો:અમદાવાદમાં કેનેડાથી સફાઈ કામદારની દિકરીની જાન આવી વિદેશી વરરાજા ધામધુમથી સાત ફેરા ફર્યા