Panchmahal News/ પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Breaking News

Panchmahal News: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગઢ ચુંદરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર છે. જેમાં ફતેપુરાથી સુરત જઈ રહેલી એસટી બસ અને હાઇવે પર ઉભેલા ડમ્પર વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર સહિત 17 મુસાફરો અને 18 લોકો ઘાયલ થયા હતા.

ગોધરા નજીક એસટી બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડમ્પરના પાછળના ભાગમાં અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરો મોડી રાત્રે સૂઈ રહ્યાં હતા, ત્યારે અચાનક અકસ્માત થતાં મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવી હતી. તેમજ પોલીસને પણ જાણ કરી દેવાઈ હતી.

ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો હતો. ગોધરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ડ્રાઇવરને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા. ઘટનાની માહિતી મળતા જ ગોધરા તાલુકા પોલીસ, એસટી વિભાગના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ બસ ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે બધાએ રાહતનો શ્વાસ લીધો. અકસ્માત બાદ, એસટી બસને રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આવા અકસ્માતોની સમસ્યાઓના નિવારણ માટે પગલાં લેવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક

આ પણ વાંચો:હરિયાણામાં સ્કૂલ બસ અકસ્માતમાં શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં બે લોકોના મોત , અનેક ઘાયલ