Maharashtra Election/ મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક

મહારાષ્ટ્રના ગોદીન્યામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

Top Stories India Breaking News
Beginners guide to 20 મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક

Godinya: મહારાષ્ટ્રના ગોદીન્યામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની શિવશાહી બસ (MH 09 EM 1273) ભંડારાથી ગોદીન્યા આવી રહી હતી. ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે આ અકસ્માત થયો હતો.

લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી. બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુની રેલિંગ સાથે અથડાઇને પલટી ગઇ હતી. અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે.

ઘટનાની માહિતી મળતાની સાથે જ મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. રાજસ્થાનના ઝુંઝુનુથી દિલ્હી જઈ રહેલી રોડવેઝ ઓટો બાળકોને બચાવવા જતા અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના ઝુંઝુનુના બગડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખુદાના ગામ પાસે કાટલી નદી પરના પુલ પર બની હતી. બસ પોલીસની રેલિંગ તોડી નદી તરફ લટકી હતી. આ દરમિયાન બસમાં 40 મુસાફરો સવાર હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દુ:ખદ અકસ્માત, શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ધુલેમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગમખ્વાર અકસ્માત, 3 બાળકોના મોત, 5 લોકોની હાલત ગંભીર

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ