Maharashtra News: મહારાષ્ટ્રના ધુલેમાં ભગવાન ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકોના મોત થયા હતા જ્યારે પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ધુળેના ચિત્તોડ ગામમાં વિસર્જન માટે ગામલોકો ટ્રેક્ટરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ ટ્રેક્ટર નાચતા અને ગાતા લોકો પર દોડી ગયું હતું. જેમાં 3 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
નશામાં હતો ડ્રાઈવર
હાલ પોલીસે ટ્રેક્ટર અને તેના ચાલકને કસ્ટડીમાં લીધા છે અને તમામ કાયદેસરની કાર્યવાહી મુજબ આરોપી ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ચાલક દારૂના નશામાં હતો. જેના કારણે તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો.
મૃતકો અને ઘાયલોની ઓળખ
મૃતકોની ઓળખ શાંતારામ (13), શેરા બાપુ સોનાવને (6) અને લડુ પાવરા (3) તરીકે થઈ છે. સારવાર હેઠળ રહેલા લોકોની ઓળખ ગાયત્રી (25), વિદ્યા જાધવ (27), અજય (23), ઉજ્જવલા ચંદુ (23), લલિતા પિન્ટુ મોરે (16) અને રિયા (17) તરીકે થઈ છે.
આ પણ વાંચો:પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં
આ પણ વાંચો:ગણપતિ વિસર્જન ઘરે જ કરવાનું છે, તો આ કામ કરવાનું ભૂલશો નહીં
આ પણ વાંચો:શાહરૂખ ખાને શેર કર્યો ગણપતિ વિસર્જનનો ફોટો, તો યુઝર્સે યાદ અપાવ્યો ઘર્મ