Bollywood/ શાહરૂખ ખાને શેર કર્યો ગણપતિ વિસર્જનનો ફોટો, તો યુઝર્સે યાદ અપાવ્યો ઘર્મ

પોતાની પોસ્ટને ખાસ કેપ્શન આપતા શાહરૂખ ખાને લખ્યું કે, ‘ભગવાન ગણેશના આશીર્વાદ આપણા બધાની સાથે ત્યાં સુધી રહે જ્યાં સુધી આપણે તેમને આવતા વર્ષ..

Entertainment
શાહરૂખ ખાને

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. રવિવારે, અભિનેતાએ દસ દિવસ પછી ગણપતિનું વિસર્જન કર્યું હતું. જે બાદ શાહરુખે તેના ઈન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી નોટ લખી હતી. પોતાની પોસ્ટને ખાસ કેપ્શન આપતા શાહરૂખ ખાને લખ્યું કે, ‘ભગવાન ગણેશના આશીર્વાદ આપણા બધાની સાથે ત્યાં સુધી રહે જ્યાં સુધી આપણે તેમને આવતા વર્ષે ફરી નથી જોઈ લેતા… ગણપતિ બપ્પા મોરયા’ !!!

આ પણ વાંચો :શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી શો થયો પૂર્ણ, રૂબીના દિલેક થઇ ભાવુક  

શાહરૂખની આ પોસ્ટથી જ્યાં ઘણા ચાહકો ખુશ થયા છે તો ત્યાં કટ્ટરપંથીઓ તેના ગણપતિ પ્રેમને પસંદ નથી આવી રહ્યો.

Instagram will load in the frontend.

શાહરુખ ખાનની પોસ્ટ પર, કેટલાક યુઝર્સ  તેને ધર્મની યાદ અપાવી રહ્યા છે. એકે લખ્યું કે તમે આ બધું મુસ્લિમ બનીને કરી રહ્યા છો. કોઈએ કહ્યું કે તમારે આ બધું ન કરવું જોઈએ. તો કેટલાકે તેને કાફિર હોવાનું પણ કહ્યું. બાય ધ વે, ગણપતિની પૂજા કરીને આ પહેલા પણ શાહરૂખ ટ્રોલના નિશાના હેઠળ આવ્યો હોય તેવું પહેલીવાર નથી.

Shahrukh%20khan%20Post શાહરૂખ ખાને શેર કર્યો ગણપતિ વિસર્જનનો ફોટો, તો યુઝર્સે યાદ અપાવ્યો ઘર્મ

આ પણ વાંચો :દિવ્યા અગ્રવાલે ‘બિગ બોસ OTT’ ના વિજેતાનું બિરુદ જીત્યું, ટ્રોફી સાથે જીત્યા આટલા લાખ

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ અભિનેતાએ ગણેશ ઉત્સવ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેના કપાળ પર કંકુનું તિલક  સાથે મોનોક્રોમ ફોટો શેર કરતા, અભિનેતાએ લખ્યું હતું, “પ્રાર્થના અને વિસર્જન પૂર્ણ થયું … આ #ગણેશચતુર્થી, ભગવાન ગણેશ તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ અને ખુશી આપે… ગણપતિ બપ્પા મોર્યા!”

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ પુણેમાં એટલીની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નયનતારા, પ્રિયામણિ અને રાણા દગ્ગુબાતી પણ છે. શાહરૂખ આ ફિલ્મમાં એક જટિલ ભૂમિકામાં હશે. જ્યારે નયનતારા મુખ્ય ભૂમિકા ભજવે છે, રાણા દગ્ગુબાતી નેગેટીવ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :આ ફેમસ જોડી આવી રહી છે Bigg Boss 15, મળી કરોડો રૂપિયાની ઓફર, આંકડો જાણીને દંગ રહી જશો

સૂત્રોના જણાવ્યા અનુસાર, કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ‘પઠાણ’ માટે સ્પેનમાં એક ગીતનું શૂટિંગ કરશે. જ્હોન અબ્રાહમ પઠાણમાં મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો :વિદેશથી પૈસા લઈને ફસાયો સોનુ સૂદ, અભિનેતાને ત્યાંથી મળ્યા દસ્તાવેજો