Not Set/ દિવ્યા અગ્રવાલે ‘બિગ બોસ OTT’ ના વિજેતાનું બિરુદ જીત્યું, ટ્રોફી સાથે જીત્યા આટલા લાખ

બિગ બોસ ઓટીટી કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, અને ફાઇનલમાં દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ, રાકેશ બાપટ, શમિતા શેટ્ટી અને પ્રતીક સહજપાલ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી

Entertainment
દિવ્યા અગ્રવાલે

6 સપ્તાહ પહેલા શરૂ થયેલી બિગ બોસ ઓટીટીની ગ્રાન્ડ ફિનાલે 18 સપ્ટેમ્બરે યોજાઈ હતી. જેમાં દિવ્યા અગ્રવાલ એ તમામ સ્પર્ધકોને હરાવીને ટ્રોફી જીતી હતી. બિગ બોસ ઓટીટી કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, અને ફાઇનલમાં દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ, રાકેશ બાપટ, શમિતા શેટ્ટી અને પ્રતીક સહજપાલ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. તમને જણાવી દઈએ કે વિજેતાને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાની રકમ મળી છે. જ્યારે દિવ્યાએ શો જીત્યો, નિશાંત ફર્સ્ટ અને શમિતા સેકન્ડ રનર અપ રહી. ગૌહરે દિવ્યાને અભિનંદન આપતા ટ્વિટ પણ કર્યું છે.

https://twitter.com/GAUAHAR_KHAN/status/1439261884708913158?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439261884708913158%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-divya-agarwal-is-bigg-boss-ott-grand-finale-winner-beating-shamita-shetty-raqesh-bapat-nishant-bhat-pratik-sehajpal-4614399.html

બિગ બોસ ઓટીટી ક્યારે શરૂ થયું?
8 મી ઓગસ્ટના રોજ, બિગ બોસ ઓટીટી 8 વાગ્યે શરૂ થયું. જ્યારે સલમાન ખાન પાછલી ઘણી સીઝનનું હોસ્ટિંગ કરી રહ્યા હતા. જયારે બિગ બોસ ઓટીટીનું હોસ્ટીંગ કરણ જોહરેકર્યું હતું. દરેક રવિવારના એપિસોડમાં, કરણ જોહર 8 વાગ્યે આવતા હતા.  જ્યારે 6 દિવસના બાકીના એપિસોડ સાંજે 7 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવતા હતા.

કોણ હતા સ્પર્ધકો ?
તમને જણાવી દઈએ કે બિગ બોસ OTT માં કુલ 13 સ્પર્ધકો જોવા મળ્યા હતા. આ સ્પર્ધકોના નામ રાકેશ બાપટ, ઝીશાન ખાન, મિલિંદ ગાબા, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, કરણ નાથ, શમિતા શેટ્ટી, ઉર્ફી જાવેદ, નેહા ભસીન, મૂઝ જટાના, અક્ષરા સિંહ, દિવ્યા અગ્રવાલ અને રિદ્ધિમા પંડિત છે.

સારા રિચાર્જ પ્લાન / રિલાયન્સ જિયોના 5 સૌથી સસ્તા ડેટા પ્લાન, 1 જીબી ડેટા 4 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ થશે

WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો

Technology / સનરૂફવાળી આ સસ્તી કાર છે ટ્રેન્ડમાં, સરળતાથી તમારા બજેટમાં ફિટ થઈ જશે