Raid / વિદેશથી પૈસા લઈને ફસાયો સોનુ સૂદ, અભિનેતાને ત્યાંથી મળ્યા દસ્તાવેજો

સોનુ સૂદના ત્યાં કરચોરીના નાણાં પણ મળી આવ્યા છે. આ રકમ અભિનેતાના વ્યક્તિગત નાણાં સાથે સંબંધિત છે,જુદી-જુદી જગ્યાથી અસંખ્ય રસીદો પણ મળી આવી છે

ફિલ્મ અભિનેતા સોનુ સૂદ હાલમાં આવકવેરાના રડાર પર છે. શુક્રવારે પણ તેની સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર દરોડા ચાલુ રહ્યા હતા.  સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુ સૂદે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્સચેન્જ એક્ટ (એફસીઆરએ) થી સંબંધિત નિયમો તોડ્યા હતા. આ અંગે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.

આ સંદર્ભે મળેલા કેટલાક દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે સોનસૂદે એફસીઆરએના નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશથી નાણાં મેળવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશથી મળેલા આ પૈસા ફિલ્મ અભિનેતા દ્વારા અન્ય ઘણી જગ્યાએ ખર્ચવામાં આવ્યા હતા. સોનુ સૂદના ત્યાં કરચોરીના નાણાં પણ મળી આવ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ રકમ અભિનેતાના વ્યક્તિગત નાણાં સાથે સંબંધિત છે. આ સિવાય સૂદ ચેરિટી ફાઉન્ડેશનના ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જુદી-જુદી જગ્યાથી અસંખ્ય રસીદો પણ મળી આવી છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે દરોડા દરમિયાન બોગસ લોન અને બોગસ બિલિંગ સંબંધિત અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હવે આવકવેરા વિભાગ આ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે. એક સૂત્રએ કહ્યું કે એવા પુરાવા પણ મળ્યા છે કે જુદા જુદા એકાઉન્ટ દ્વારા અનેક ખાતામાં નાણાં મંગાવવામાં આવ્યા છે. જ્યારે વાસ્તવમાં સોનુ સૂદને તેનો ફાયદો થયો છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે ખોટા ખર્ચ બતાવીને પણ અભિનેતાને કર મુક્તિ મળી છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરાના દરોડા બુધવારે શરૂ થયા હતા, આજે  શુક્રવારે આવકવેરા દરોડાનો ત્રીજો દિવસ હતો.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment