Cabinet Meeting News/ મોદી કેબિનેટે અન્નદાતાઓને આપી ‘7 મોટી ભેટ’… ખેડૂતોની આવક વધારવા પર મુકાયો ભાર

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કેબિનેટે સોમવારે ખેડૂતોના જીવનને સુધારવા અને તેમની આવક વધારવા માટે 7 મોટા નિર્ણયો લીધા છે.

Top Stories India Breaking News

Cabinet Meeting News: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કેબિનેટે સોમવારે ખેડૂતોના જીવનને સુધારવા અને તેમની આવક વધારવા માટે 7 મોટા નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ 7 કાર્યક્રમો માટે લગભગ 14,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય કેબિનેટે ખોરાક, પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય કેબિનેટે રૂ. 2,817 કરોડના ડિજિટલ કૃષિ મિશનને મંજૂરી આપી.

કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી હતી.

સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી છે.

કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણી મંજૂર.

કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 1,115 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય કેબિનેટે 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી પ્રોજેક્ટને મંજૂરી આપી

આ પણ વાંચો:ખેડૂતોના હિતમાં કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું છે….

આ પણ વાંચો:કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મળી મંજૂરી,20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થશે!