Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગરમાં એક્રોપોલીસ મોલ પાસે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં શામળાજીથી હિંમતનગર આવતી કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ કાર ડિવાઇડરની રેલિંગ સાથે ટકરાઈને રોંગ સાઇડમાં પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ડિવાઇડરના પતરાથી કપાઈ જવાના કારણે કારમાં બેઠેલા બેના મોત થયા હતા. એકને ઇજા થઈ હતી અને બે લોકોનો આબાદ બચાવ થયો હતો.
કારમાં સવાર પાંચ લોકો ઉનાના હોવાની પ્રાથમિક વિગત મળી હતી. ઇજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે એ ડિવિઝનની પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમની બચાવ કામગીરીના કારણે વધારે જાનહાનિ થતી અટકી હતી. તેઓએ એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી.
પોલીસે પંચનામુ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેની સાથે તેમની ઓળખવિધિ પણ પૂરી કરી છે. પોલીસ આ પ્રકારના અકસ્માતનું કારણ શોધી રહી છે. આ ઉપરાંત કારચાલક નશામાં હતો કે નહીં તે પણ પોલીસ શોધી રહી છે. તેના માટે જરૂર પડે તો ફોરેન્સિકની મદદ પણ લેવાઈ શકે છે. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ પણ ખંગોળવા માંડ્યા છે.
નજરે જોનારાઓનો દાવો છે કે કાર ઓવરસ્પીડ હતી અને ચલાવનારને ડિવાઇડરનો અંદાજ જ આવ્યો ન હતો. તેથી તે બ્રેક મારે તે પહેલા કાર ડિવાઇડર પર ચઢીને પલ્ટી ખાઈ ગઈ હતી અને રોંગસાઇડમાં જતી રહી હતી. સદનસીબે બીજા વાહનો તેનો ભોગ બન્યા ન હતા.
લોકોનું કહેવું છે કે પોલીસ આ રીતે ઓવરસ્પીડે જતાં વાહનો સામે કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં આ રસ્તાઓ પર ભયાનક અકસ્માતો જોવા મળી શકે છે. આ હાઇવે હોવાથી અકસ્માત મુખ્યત્વે ઓવરસ્પીડના કારણે જ થાય છે. આ પ્રકારના ઓવરસ્પીડ વાહનો નહીં રોકાણ તો બીજા લોકો કારણ વગર મૃત્યુ પામશે તેવી ભીતી તેમણે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Sabarkantha Accident/સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા
આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં 7નાં થયા મોત
આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠામાં વહેલી સવારે અકસ્માતમાં 4 યુવાનોના મોત
