Bharuch News: અંકલેશ્વર(Ankleshwar)ના સારંગપુર પાટિયા પાસે ગત 28 ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પાના ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયો હતો.
બનાવની વિગતો અનુસાર ગત 28મી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં ભરૂચ(Bharuch)ના અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઈક ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન રોંગ સાઈડ પુરપાટ ઝડપે આવતા ટેમ્પાના ચાલકે બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની (Accident) જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. જોકે, આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી.
અગાઉ ભરૂચના અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગમખ્વાર ઘટના અંકલેશ્વરના બાકરોલ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બમ્પર ઉડી ગયા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ કારમાં પરિવારના સભ્યો મુંબઈ તરફ જઈ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી હતી કે કોઈને ખાતરી નહોતી કે કોઈ બચી શકશે.
આ પણ વાંચો:અંકલેશ્વર-સુરત રસ્તા પર અકસ્માત, ડ્રાઇવરને ઝોકું આવતા કાર ઝાડને અથડાઈ, ત્રણનાં મોત
આ પણ વાંચો:ભરૂચનાં અંકલેશ્વર GIDCમાં થયો બ્લાસ્ટ, 4 કામદારોનાં મોત
આ પણ વાંચો:ભરૂચના અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
